| |

BREAKING : અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારીને આજીવન કેદ

32 વર્ષ જૂના અવધેશ રાય હત્યાકેસમાં માફિયા મુખ્તાર અંસારીને વારાણસીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

3 ઓગસ્ટ, 1991ના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજય રાયના ભાઈ અવધેશની વારાણસીના લહુરાબીરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલો ત્યારે થયો જ્યારે અજય રાય અને અવધેશ રાય ઘરની બહાર ઊભા હતા. અચાનક કારમાંથી આવેલા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. જેમાં અવધેશ રાયનું મોત થયું હતું.

આ ઘટના અંગે મૃતકના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય અજય રાયે મુખ્તાર અંસારી, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ, રાકેશ જસ્ટિસ સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. બાદમાં તેની તપાસ CBCIDને સોંપવામાં આવી હતી.

માફિયા મુખ્તાર હાલમાં બાંદા જેલમાં બંધ છે. તેને સોમવારે વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.31 વર્ષ જૂના આ કેસમાં ફરિયાદ પક્ષ અને સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે.કેસના અન્ય આરોપીઓ ફિઝિકલ હાજર થયા હતા. વાદી પક્ષના વકીલે કહ્યું કે કોર્ટે મુખ્તારને કલમ-302 હેઠળ દોષિત ઠેરવ્યો છે.

32 વર્ષ જૂના આ કેસમાં ફરિયાદ પક્ષ અને સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. મુખ્તાર અંસારીએ જ્યારે ગુનો કર્યો ત્યારે ધારાસભ્ય ન હતા. આ કેસમાં ચુકાદો આવ્યો ત્યારે પણ તેઓ ધારાસભ્ય નથી.

મુખ્તારને હુમલાનો ડર

મુખ્તારના વકીલ વતી કોર્ટમાં અરજી આપીને હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે જેલમાં તેમના પર હુમલો થઈ શકે છે. ઘણા લોકો આ માટે પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્તાર વિરુદ્ધ 61 કેસ નોંધાયેલા છે જેમાં મુખ્તારને થઈ હતી સજા

મુખ્તાર અંસારી વિરુદ્ધ ગાઝીપુર, વારાણસી, મૌ અને આઝમગઢના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 61 કેસ નોંધાયેલા છે. તેમાંથી 8 કેસ એવા છે, જે તેના જેલમાં રોકાણ દરમિયાન નોંધાયા હતા.

  • જેલરને ધમકી આપવા બદલ 7 વર્ષની કેદ
  • 23 વર્ષ જૂના કેસમાં 5 વર્ષની સજા
  • મુખ્તારને 10 વર્ષની ત્રીજી સજા
  • ગાઝીપુરમાં 2 ગેંગસ્ટર કેસમાં સજા