ખેરાલું તાલુકાના ડાવોલ ડાલીસણા વરેઠા ગામે વર્ષો પહેલાં પાણીના પ્રશ્રને ચુંટણી બહિષ્કાર કરતા પાણીનો પ્રાણ પ્રશ્ન ઉકેલાયો
ગુજરાત સરકાર દ્વારા વર્ષો જૂની માંગણી સ્વીકારી ડાવોલ ખાતે તળાવ ઊંડું કરી પાઇપ લાઇન દ્વારા કુડા ભીમપુર ફીડર માંથી પાઇપ લાઇન દ્વારા પાણી નાખવાની યોજનાનું ખાતમુર્હુત કરવાંમાં આવ્યુ. જેમાં મહેસાણા દુધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી પુવૅ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત ચેરમેન ભીખાલાલ ચાચરીયા નાગરીક બેંક ચેરમેન મુકેશ દેવાઇ નિવૃત્ત ડીવાયએસપી એમ ડી ચૌધરી સહિત રામસિંહ ઠાકોર સામાજીક કાર્યકર ઉધોગપતિ લાલજીભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી વિષ્ણુ ભાઈ મેવાડા મોઘીબેન ચૌધરી સહિત દસરથભાઇ પ્રજાપતિ ભરતજી ઠાકોર ભારતીય કિશાન સંઘ પ્રમુખ પ્રભુદાસ હરગોવનદાસ મંત્રી છનાજી ખોડાજી ઠાકોર એ સ્ટેજ પર સ્થાન લીધું હતું
ડાવોલ ગાંધી સ્કુલમાં મહેમાનોનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
અધ્યક્ષ સ્થાનેથી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ વિસ્તારમાં ટુંક સમયમાં પાણીથી હરિયાળો બનશે
અજમલજી ધારાસભ્યએ પણ સરકારની કામગીરીના વખાણ કર્યા
- Advertisement -
ધારાસભ્ય સરદારભાઇ ચૌધરીએ સ્ટેજ પર વિધાનસભા ચૂંટણીમા અમે ત્રણેય હરીફ ઉમેદવાર હતા પણ આજે હું ધારાસભ્ય છું છતાં ત્રણેય ભેગા મળી વિકાસ માટે મથીયે છીયે
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ આ પંથકમાં પાણીની વ્યવસ્થા જરૂરી ગણાવી પાણી સમિતિના વખાણ કર્યા ધરોઈ ડેમ બન્યો ત્યારે પચાસ ટકા પાણી મહેસાણા જિલ્લાને મળવાની વાત હતી પણ હાલ તો કોણ લઈ ગયું
ભીખાલાલ ચાચરીયાને માર્કેટયાર્ડ બરાબર ચલાવવા ટકોર કરી આ વિસતારના તમામ પ્રશ્ર્નો અંગે પોતે જાગૃત હોવાનું કહ્યું
મુકેશભાઈ દેશાઇ એ વર્ષો પહેલાઆ પંથકમાં પાણી હોઈ શેરડીના કારખાનું નાખવા લોકોની માંગ હતી આજે પાણી નથી એટલે પરિસ્થિતિ બદલાઈ