મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગીના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ તથા ના.પો.અધિશ્રી મુખ્ય મથક શ્રી જે.જી. શેખ
તથા ના.પો.અધિ.શ્રી આર.આઈ.દેસાઈ મહેસાણા વિભાગ મહેસાણાનાઓની વિશેષ ઉપસ્થિતિ અને જિલ્લામાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ
પો.ઇન્સ સુ.શ્રી બી.કે.પટેલ, પો.ઇન્સ સુ.શ્રી આર.જે.ધડુક તેમજ જિલ્લાના તમામ મહિલા પો.સ.ઈની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના આશરે 100 જેટલા મહિલા કર્મચારી કે
- Advertisement -
જેઓ પોતાની માતૃત્વ તરીકેની જવાબદારી ઉપરાંત પોલીસ વિભાગની મહત્વની ઓફિસ કામ/બંદોબસ્ત/નાઈટ રાઉન્ડ વિગેરે જેવી ફરજ નિભાવતી હોય છે
તેવા પોલીસ અધિકારી/કર્મચારી માતાઓ તથા પોલીસ અધિકારી/કર્મચારી કે જેઓ પોતાની માતૃશ્રીઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.
તેમની માતાઓનું ટ્રોફી એનાયત કરી સન્માન કરવામાં આવ્યું અને પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગીએ રૂબરૂમાં તમામ માતૃશ્રીના ખબર અંતર પૂછી પોલીસ પરિવારમાં આગવું દ્રષ્ટાંત રજૂ કરી અવિસ્મરણીય કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક યોજેલ..