ચોરીના કેસમાં ફરાર થયેલા બે આરોપીને મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે ભાંડું કોલેજ પાસેથી દબોચી લીધા
મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ પોલીસ મથક અને વિસનગર પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના કેસમાં ફરાર થયેલા બે આરોપીને મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે ભાંડું LCIT કોલેજ પાસે શંકાસ્પદ પડેલા પીક અપ ડાલામા બેસેલા ઝડપી લીધા હતા.બે તસ્કરોને ઝડપી 3.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ આરોપીને ઝડપવા તજવીજ આદરી છે.
મહેસાણા એલસીબી ટીમને બાતમી આધારે ભાંડું કોલેજ પાસે જઇ ને પીક અપ ગાડીમાં બેસેલા વિક્રમજી અમરસગ ઠાકોર અને વિષ્ણુજી ઉર્ફ જાડીયો ઠાકોર ને ઝડપી તપાસ કરતા તેઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે છ માસ અગાઉ જેતલવાસણા પુલ નીચે આવેલા ગોડાઉન માંથી 13 બોરી જીરુની ચોરી કરી હતી.
છ માસ અગાઉ જેતલવાસણા પુલ નીચે આવેલા ગોડાઉન માંથી 13 બોરી જીરુની ચોરી કરી ચોર ટોળકીમાં સામેલ જાધવ સેધુભાનું પીકઅપ ડાલામા ભરી ઠાકોર લીલાભા પૃથ્વીરાજને માલ વેચવા આપ્યો હતો જે મામલે વિસનગર તાલુકા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.એક વર્ષ અગાઉ લુણાવા ગામે અંબિકા સબમર્શિબલ રીપેરીંગ કારખાના તેમજ ગોડાઉન નું તાળું તોડી કોપર કેબલ ના 8 બોક્સ મળી કુલ 1.82 લાખના મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
- Advertisement -
આ કેસમાં પોલીસે બે મોબાઈલ અને એક પીક અપ ડાલું મળી કુલ 3 લાખ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બાકીના આરોપીઓને ઝડપવા તજવીજ આદરી છે.
ચોરીમા રોકાયેલા આરોપીઓ :
(1)જાધવ સેધુભા ઉર્ફ ટીનો, રહે ધારીસણા ડીસા
(2) ઠાકોર હુસાજી રહે, ધારીસણા ડીસા,
(3)જાધવ સુરપાલ સિંહ ઉર્ફ સુપાજી રહે,અજાપુરા સમી
- Advertisement -
(4) ઠાકોર સેધાજી જહાજી રહે વમૈયા સરસ્વતી,
(5)ઠાકોર લીલુભા પૃથ્વીરાજ રહે,સમી