|

MEHSANA :વિસનગરમાં કમાણા ચોકડી પાસે ઉભરાતી ગટરો ક્યારે બંધ થશે !

પ્રજાની સુખાકારી ની મોટી મોટી વાતો કરનારા નગરપાલિકાના સત્તાધીશોની આંખો ક્યારે ખુલશે !

ગેલેક્ષી હબ માર્કેટ પાસે ઉભરાતી ગટરોથી દુકાનદારો તેમજ રાહદારીઓ પરેશાન..વારંવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા પ્રમુખશ્રી ના આંખ આડા કાન..પોતાના દોષનો ટોપલો રોડ અને બિલ્ડીંગ ખાતા પર ઢોળ્યો

 “સબકા સાથ અને સબકા વિકાસ” અને પ્રજાની સુખાકારી માત્ર કાગળો પર જ સારી લાગે છે કારણ કે વાસ્તવિક જીવનમાં આ સૂત્રને કોઈ સ્થાન જ નથી. વિસનગર (VISNAGAR) ના કમાણા ચોકડી પાસે ગેલેક્ષી હબ માર્કેટ આવેલું છે ત્યાં મેઈન હાઇવે પર છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીએ રાહદારીઓ અને વ્યાપારીઓ માટે મુસીબત ઉભી કરી છે.

વિસનગર નગરપાલિકામાં રજુઆત તો કરવામાં આવી પણ માત્ર સાફ સફાઈ નો દેખાવ કરી નગરપાલિકાએ સંતોષ વાળ્યો, બે થી ત્રણ વાર ગાત્રો સાફ કરવા માટે નગરપાલિકાના સાફ સફાઈ કર્મચારીઓ આવ્યા પણ પરિણામ નક્કર મળ્યું કારણ કે ગટર સાફ કરવાનું મશીન જ બંધ હાલતમાં જોવા મળ્યું હતું જે અમારા કેમેરામાં કેદ થઇ ગયું છે.

Ubharati Gatar visnagar
વિસનગરમાં કમાણા ચોકડી પાસે ઉભરાતી ગટરો

નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ હાલમાં ચાલી રહેલા વિવિધ સરકારી કાર્યક્રમોમાં નેતાઓની સરભરા કરવામાં વ્યસ્ત છે તેમજ આ વોર્ડના કાર્પોરેટર પણ પ્રજાની સમસ્યા સામે જાણે કે કોઈ રસ જ નથી તેવું લાગી રહ્યું છે. આ માત્ર વિસનગરમાં એક જ જગ્યાએ નહીં પણ ઘણી સોસાયટીઓ, જાહેર રસ્તાઓ ઉપર ઉભરાતી ગટરોની સમસ્યાઓ નો અંત આવ્યો નથી, ગટરો પાછળ લખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે.

https://nirbhaymargnews.com/

Similar Posts