|

MEHSANA: લાંચ લેનાર TRB જવાન કે POLICE જવાનની હવે ખેર નથી, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની લાલ આંખ

જનજાગૃતિ માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શહેરમાં રિક્ષાઓ પર પોસ્ટર લગાવાયાં,ગેરવર્તણૂંક જણાય તો 100/112 નંબર ડાયલ કરી જાણ કરો

POLICE NEWS: મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) દ્વારા લાંચ લેતા પોલીસકર્મીઓને (POLICE) સબક શીખવાડવા માટે એક અનોખી પહેલ કરી છે.ઘણા સમયથી જનતાની મળી રહેલી ફરિયાદોને આધારે મહેસાણા (MAHESANA)  હાઇવે ટ્રાફિક અને સિટી ટ્રાફિક દ્વારા અલગ અલગ વિસ્તારમાં ઓટોરિક્ષા ઉપર પોસ્ટર લગાવી જનજાગૃતિ લાવવા માટે પ્રયાસો કર્યા છે.કોઈપણ પોલીસ કર્મચારી અથવા TRB જવાન લાંચની માંગણી કરે તો 1064 નંબર ડાયલ કરી MCB હેલ્પલાઇન નંબર પર જાણ કરવા, તેમજ TRB જવાનની કામગીરી અને તેમની ફરજ અંગે વિશેષ માહિતી આપી લોક જાગૃતિ કેળવવાનું કાર્ય કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ, ટ્રાફિક પોલીસ અને TRB જવાનોના યુનિફોર્મનાં ચિત્ર દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે.

Similar Posts