વિસનગરમાં ડબ્બા ટ્રેડીંગની ઓફિસ સંભાળનાર જાવેદ લાલમહંમદ સીન્ધીને એલ.સી.બી મહેસાણાએ ઝડપી લીધો
મહેસાણા જીલ્લામાં ડબ્બા ટ્રેડીંગના નામે ચીપ્સ આપી છેતરપીંડી કરવાના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ હિમાંસુ ભાવસાર ઉર્ફે પીન્ટુને એક સપ્તાહ અગાઉ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ઝડપી લેવામાં આવ્યા બાદ તેના રીમાન્ડ મેળવ્યા બાદ પોલીસ પૂછપરછમાં ચોકવનારા ખુલાસા થયા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી છે.જેના આધારે અલગ અલગ સ્ટોકમાર્કેટની કંપની બનાવી શેરબજારમાં પૈસાનું રોકાણ કરવાના બહાને ગ્રાહકોને લલચાવી વાતચીત કરી કરાવતા મુખ્ય સૂત્રધાર હિમાંશુ ભાવસાર ના સાગરીત જાવેદ લાલમહંમદ સીન્ધીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેરાલુ પો.સ્ટેશન ખાતે નોંધાયેલા ગુન્હાના મુખ્ય સૂત્રધાર હીમાંશુ ઉર્ફે પીન્ટુ ભાવસાર ની અલગ અલગ કંપનીઓ પૈકીની વિસનગરના જ્યોત કોમ્પલેક્ષમાં ચાલતી વિશ્વાસ સ્ટોક રીસર્ચ પ્રાઈવેટ લીમીટેડનું સંચાલન કરનાર જાવેદ લાલમહંમદ સીન્ધી રહે,બાકરપુર,તા.વિસનગર ને પકડી પાડી કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તપાસમાં હજી પણ ઘણા નામો ખૂલવાની શક્યતા રહેલી છે.