વિસનગર ના ગોઠવા નજીક આવેલા ગેસ્ટહાઉસમાં સગીરાને લઈ જઈ શારીરિક અડપલાં કરી ફોટા પાડ્યા ત્યારબાદ ફોટા વાઇરલ કરવાની આપી ધમકી
વિસનગરના કેટલાય ગેસ્ટહાઉસોમાં કોઈ આઈ ડી પ્રુફ લીધા વગર સગીરોને રૂમ આપી દેવામાં આવે છે ત્યારે બને છે આવી ઘટનાઓ
ગેસ્ટહાઉસો માં રજીસ્ટર નિભાવ્યા વગર જ ચાલતા ગેસ્ટહાઉસો પર ક્યારે થશે લાલ આંખ?
વિસનગર વડનગર હાઇવે પર એસ.આર.માર્કેટમાં આવેલા મીની ગેસ્ટહાઉસમાં પણ રજિસ્ટર નિભાવ્યા વગર સગીરોને રૂમ આપવામાં આવતી હોવાની લોકચર્ચા
- Advertisement -
પોલીસ દ્વારા ગેસ્ટહાઉસો ના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવે તો વિચાર્યું પણ ના હોય તેવા તથ્ય સામે આવે
વિસનગર શહેરની એક કોલેજમાં અભ્યાસ કરતી અને ઊંઝા તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા ને તેના જ ગામના યુવકે ઈન્સ્ટાગ્રામ પર પરિચય મેળવી વાતચીત કરી મેસેજ પર વાત કરે છે તે પરિવારજનો ને જણાવી દેવાનુ કહી યુવતીને ગોઠવા નજીક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક અડપલા કરી અને પાડેલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે છેડતી તેમજ પોસ્કોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીર યુવતીને બે માસ અગાઉ તેના જ ગામના શખ્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ થી વાતચીત થતી હતી. જેમાં દોઢેક માસ પહેલા આ શખ્સે યુવતી વિસનગર કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી તેને ફોન કરી તું બહાર આવ નહિતર તું ઈન્સ્ટાગ્રામ માં મેસેજ થી વાતચીત કરે છે તે તારા પરિવારજનો ને જણાવી દઈશ તેવું કહેતા યુવતી બહાર આવી હતી.

જ્યાં યુવતી બહાર આવતા તેણીને બાઇક પર બેસાડી ગોઠવા નજીક આવેલ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં રૂમમાં યુવતી સાથે શારીરિક અડપલા કરતા તે બહાર આવી ગઈ હતી અને યૂવક યુવતીને બાઇક પર બેસાડી વિસનગર બસ સ્ટેશન પર ઉતારી હતી.
- Advertisement -
યૂવકે યુવતી સાથે પાડેલ ફોટો મિત્રોને બતાવતો હોય તેમજ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હોવાથી યુવતીએ આ અંગેની જાણ તેની માતા ને કરી હતી. જેથી યુવતીએ પરિવાર સાથે વિસનગર શહેર પોલીસ મથકમાં આવી યૂવક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.