|

MANGROL: સિંધી સમાજ દ્વારા શ્રી ગુરુનાનક જન્મજયંતીની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

પ્રભાતફેરી સત્સંગ કિર્તન પાઠ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા…

જુનાગઢના માંગરોળમાં જગતગુરુ ગુરુનાનક સાહેબના ૫૫૪માં પ્રકાશપર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ જેમા છેલ્લા પંદર દિવસથી દરરોજ પ્રભાતવેલે સિંધી સમાજની મહિલાઓ દ્વારા કાર્તક સુદ મહીના તેમજ ગુરુનાનકજીના આગમન દિવસોની ઉજવણી કરાયા બાદ આજેવહેલી સવારે સત્યનારાયણકથા મહાઆરતી કરી ઝુલેલાલ મંદિરે થી સતનામ વાહેગુરુના નાદ સાથે ભવ્ય પ્રભાતફેરી કાઢવામાં આવી

તેમજ સાંજે ખડાયતા વાડી ખાતે સત્સંગ કિર્તન સુખમણી સાહેબ પાઠ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો તેમજ રાત્રે નાના બાળકોના હસ્તે કેક કાપી ભવ્ય આતશબાજી કરી ગુરનાનકજીના જન્મ જ્યંતિની હર્ષોઉલ્લાસ સાથે શાનદાર ઉજવણી કરાઈ.

ગુરુનાનકજી પ્રકાવપર્વની ઉજવણીના કાર્યક્રમોને સફળ બનાવવા સમસ્ત સિંધી સમાજ પ્રમુખ નાનકરામ સોમૈયા,ઉપપ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, પ્રકાશભાઈ તન્ના, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી,ઉપપ્રમુખ સુનીલભાઈ કોટક,લીનેશભાઈ સોમૈયા દિલીપભાઈ ટીલવાણી સહીતના આગેવાનો દ્વારા સુંદર આયોજન કરેલ હતુ.

જેમા મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વડીલો અને ગુરુનાનક ભક્તો ઉપસ્થિત રહી તમામ કાયક્રમોનો લ્હાવો લીધો હતો

https://nirbhaymargnews.com/

Similar Posts