| | | |

MAHESANA : વિસનગરના તાલુકા પોલીસે અલ્ટો ગાડીમાંથી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપ્યા


વિસનગરના તાલુકા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અલ્ટો ગાડીમાંથી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, કુલ 2.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

વિસનગરમાં તાલુકા પોલીસે બાતમીના આધારે તરભ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવીને ઊંઝા તરફથી આવતી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીન નંગ 310 કીમત રૂ. 37,200, ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂ. 2,94,200 ના મુદ્દામાલ ને કબજે કરી ઝડપાયેલ બે ઈસમો સહિત કુલ 3 વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ સહિત પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ લગત પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તરભ ગામે આવતા બાતમી મળી હતી કે ઊંઝા તરફથી એક અલ્ટો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર તરફ પસાર થનાર છે તે બાતમીના આધારે તરભ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવી હતી. જ્યાં વોચ દરમિયાન ઊંઝા તરફથી ગાડી નંબર RJ.23.CE.5324 આવતા ઊભી રખાવી તપાસ કરતા પાછળ સીટના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

આ અલ્ટો ગાડીમાંથી દારૂના જથ્થા સાથે 2.94 લાખનો મુદ્દામાલ કબજે

જેમાં પોલીસે ગાડીમાંથી ઉમાકાન્ત માલીરામ મીણા રહે. બોરડોકા વાસ, તા. સિકર (રાજસ્થાન) તેમજ જીતેદર દેવારામ જાટ રહે. ટોડાસ, જી .નાગોર, નાવા ને ઝડપી લીધા હતા. પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયર ટીન બોટલ નંગ 310 કીમત રૂ. 37,200, અલ્ટો ગાડી કીમત રૂ. 2,54,000 તથા મોબાઈલ નંગ કીમત રૂ. 7000 મળી કુલ 2,94,200 નો મુદ્દામાલ કબજે ઝડપાયેલ બે તેમજ દારૂ ભરી આપનાર પ્રવિણભાઈ મીણા વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો