મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ વધી છે ત્યારે ચોરોને ઝડપવા મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષકે સુચના આપેલી જેના અનુસંધાને મહેસાણા LCB ટીમે ચોરીના એક્સેસ સાથે રાધનપુર રોડ પરથી એક ઇસમને ઝડપી લીધો હતો.
મળતી માહિતી અનુસાર મહેસાણા LCB ટીમના PSI એમ.ડી.ડાભીની ટીમના પોલીસ કર્મીઓ પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન બાતમી મળી હતી કે મહેસાણાના રાધનપુર ચોકડી નજીક એક ઈસમ શંકાસ્પદ વાહન સાથે ઉભેલ છે.જેને આધારે પોલીસે સ્થળ પર તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો.
ઝડપાયેલ આરોપી રાવળ અંકુર ભાઈ આત્મારામ ભાઈ રહે ,વિસનગર,જોનીવાડો દરબાર રોડ નો હોવાનું સામે આવ્યું.પોલીસ તેની પાસેથી GJBL8240 નમ્બર નું એક્સેસ કબ્જે કર્યું હતું.આ એક્સેસ મહેસાણા B ડિવિઝન વિસ્તારમાંથી ચોરી થતા ફરિયાદ પણ નોંધાઇ હતી.હાલમાં પોલીસે એક્ટિવા કબ્જે કરી વધુ તપાસ માટે આરોપીને મહેસાણા B ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.