|

MAHESANA : મહેસાણા LCBએ ઊંઝા વિસ્તારમાંથી રેડ કરી દારૂ ઝડપ્યો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એલસીબી ટીમે ઊંઝા ટાઉન વિસ્તારમાં વાડીપરા ચોકની બાજુમાં આવેલા શંકરપુરા ઠાકોરવાસના છાપરામાં રેડ કરી હતી અને ભારતીય બનાવટનો રાજસ્થાન માર્કં વાળો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઊંઝા વિસ્તારમાંથી અલગ અલગ બ્રાન્ડનો જેમાં કુલ બોટલ અને બિયર ટીન નંગ 91 જેની કિંમત 28,800 રૂપિયા તેમજ પકડાયેલા બુટલેગરો પાસેથી અંગ ઝડતી કરતા મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત 10,000 થાય છે. જે કુલ મળીને 38,800 રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગરો પકડાઈ ગયા હતા.

જેના આધારે પોલીસે પુછપરછ કરતા ઠાકોર ટીનાજી પગીવાસ, મહેન્દ્ર સુભાષભાઈ જોશી અને રવિ ઉર્ફે રાવણ ઉર્ફે વિકી રાજેન્દ્ર પટેલ આ ત્રણે બુટલેગરો પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપાર કરતા હતા.

મહેસાણા એલસીબી એ તમામ બુટલેગરો વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ 65(a), 65(e), 81, 83 મુજબનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.