|

MAHESANA : ઇન્સ્ટાગ્રામની મિત્રતા વિસનગર ની યુવતીને ભારે પડી,આરોપીના જામીન ફગાવાયા


ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી બનાસકાંઠા ના યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું,બનાવમાં કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા

14 વર્ષીય સગીરા સાથે બનાસકાંઠાના રવિયા ગામના યુવકે ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી પાલનપુર બોલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ધરપકડ કરાયેલા આરોપીએ વિસનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા છે.

વિસનગર સેશન્સ કોર્ટ

વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરાને ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર ધાનેરા તાલુકાના રવીયા ગામના ઠાકોર જીગર જવેરભાઈ સાથે મેસેજથી વાતચીત થતા મિત્રતા થઈ હતી. જેમાં જીગરે આ સગીરાને પાલનપુર બોલાવી હતી.

જેથી સગીરા ગત 15 માર્ચના રોજ ઘરેથી નીકળી જઇ પાલનપુર પહોંચતા જીગર તેને તેના ગામ તરફ લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

પોતાની દીકરીની શોધખોળ દરમિયાન સગીરા મળી આવતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં લાવવામાં આવી હતી. પોલીસે સગીરાના નિવેદનને આધારે જીગર જવેરભાઈ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

જેમાં આરોપી જીગર જવેરભાઈ ઠાકોર વિસનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ આર.બી. દરજીની દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન જજ એસ.એલ. ઠક્કરે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો