ડ્રાઇવિંગ અને છૂટક મજૂરી કરતા યુવકે પોતાન જ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
વ્યાજખોરોના ત્રાસે યુવકે આપઘાત કર્યો હોવાની શંકા પરિવાર વ્યક્ત કરી.
મહેસાણા શહેરમા લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલા ભોંયરાવાસ પાસે રહેતા ૨૮ વર્ષીય કનૈયાલાલ પ્રવિણભાઈ રાવળ નામના યુવકે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ઘટનાને લઇ પરિવાર શોકમય બન્યો છે.

મૃતકના પરીવારજનોને વ્યાજખોરોના ત્રાસે યુવકે આપઘાત કર્યો તેવી આશંકા વ્યક્ત કરી છે.આ મામલે પરીવાર દ્રારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ આદરી છે.
- Advertisement -
વધુ વિગતમાં મહેસાણા શહેરમાં આવેલા લાખવડી ભાગોળ વિસ્તારમાં જૂની પોલીસ લાઈન પાસે રહેતો ૨૮ વર્ષીય કનૈયાલાલ પ્રવિણભાઈ રાવળ ડ્રાઇવિંગ અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તેની માતા અને નાનો ભાઈ કામ થી બહાર ગયા હતા એ દરમિયાન યુવકે ઘરના અંદરના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મૃતકના નાના ભાઈએ લાશ જાેઈ…
મૃતકનો નાનો ભાઈ મહેસાણાની એક દુકાનમાં નોકરી જાય છે.સાંજે ઘરે આવી હાથપગ ધોઈ ઘરમાં ગયો એ દરમિયાન મોટા ભાઈ ને લટકતો જાેઈ બૂમાબૂમ કરી હતી.બાદમાં પરિવાર જનો રિક્ષામાં મહેસાણા સિવિલ લઇ આવ્યા હતા.જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.
વ્યાજખોરોના ત્રાસથી યુવકે પગલું ભર્યુ હોવાના આક્ષેપ….
આ મામલે મૃતકના કુટુંબી ભાઈ ધર્મેશભાઈ રાવળના જણાવ્યા અનુસાર,છેલ્લા ત્રણ દિવસથી મૃતક કનૈયાલાલ ટેન્શનમાં રહેતો હતો તેમજ તેની પર સતત કોઈના ફોન આવ્યા કરતા હતા.જાેકે જ્યારે આપઘાત કર્યો એ દરમિયાન તેના ફોનમાં અજાણ્યા નમ્બર ના ફોન આવેલા પડેલ હતા.
- Advertisement -
વ્યાજ ખોરોના કારણે જ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર કેસમાં મૃતકનું પી.એમ કરાવી પરિવાર યુવકના અંતિમ વિધિ માટે મૃત દેહ ઘરે લાઇ ગયા હતા.જ્યાં પોલીસ આ કેસમાં વધુ તપાસ આદરી છે.મૃતકના પરિવાર જનોએ અજાણ્યા વ્યાજખોરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા તૈયારી બતાવી છે.