જોટાણા માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓ છેતરપિંડી, સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી હજુ સુધી આરોપીઓ પકડાયા નથી.
જોટાણા માર્કેટ યાર્ડના ત્રણ વેપારીઓ સાથે રૂપિયા 52.96 લાખની છેતરપિંડીની સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી હજુ સુધી આરોપીઓ પકડાયા નથી.
જોટાણા માર્કેટયાર્ડમાં વ્યાપારી પ્રમુખ નરેશ ભાઈએ જાણવ્યું કે, આટલા દિવસો વીતવા છતાં છેતરપિંડી કરનારા આરોપીઓ ઝડપાયા નથી.
જોટાણા માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને ધરમ ધક્કો થયો, જોટાણા આસપાસના પંથકમાંથી એરંડા, લચકો, ગવાર વેચવા આવતા ખેડૂતોને આજે માર્કેટયાર્ડ બંધ હોવાને કારણે ધક્કો પડ્યો હતો.
- Advertisement -
ત્યારે હાલમાં ખેડૂતો અન્ય જગ્યા પર માલ વેચવા મજબુર બન્યા છે. તેમજ માર્કેટના વ્યાપારીઓના દુકાનો બંધ થતાં APMCની આવક પર ફટકો પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે.
આરોપીઓ રાજકીય મોટી વગ ધરાવતા હોય પોલીસ સ્ટેશનમાં હાજર ન થઈ વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાની રાવ સાથે સત્વરે આરોપીઓ નહીં પકડાતા આજથી જોટણા એપીએમસી માર્કેટના તમામ વ્યાપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. આજે જોટાણા એપીએમસી માર્કેટમાં તમામ કામગીરી બંધ જોવા મળી રહે છે.
APMC માં માત્ર આઠ દુકાનો આવેલી છે જેમાંથી પાંચ દુકાનના વ્યાપારીઓ સાથે ઠગાઈ કરવામાં આવી છે. વ્યાપારીઓ પાસે હાલ પૈસા નથી આર્થિક ભીડમાં સકડાયા છે. વેપાર કરવો તો કેવી રીતે કરવો જેથી અમે આજથી અચોક્કસ મુદ્દત સુધી માર્કેટયાર્ડમાં વ્યાપાર બંધ કરીયે છીએ. જ્યાં સુધીઆનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વ્યાપારીઓ દુકાન ખોલશે નહીં.