ગુજરાત પોલીસ તથા ISA ગુજરાતના સહયોગથી આજે વિસનગરની ખ્યાતનામ એસ.કે.યુનિર્વસીટી ખાતે મહેસાણા જીલ્લા પોલીસ કર્મચારીઓનો CPR તાલીમ કેમ્પ યોજાયો હતો.
જેમાં મહેસાણા જીલ્લા પોલીસવડા અચલ ત્યાગી તેમજ એસ.કે.યુનિર્વસીટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્રારા તાલીમ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
છેલ્લા ચારેક મહિનાઓથી ગુજરાતમાં યુવાનોથી માંડીને મોટી ઉંમરના લોકોમાં હાર્ટ અટેકના વધતા જતા કેસોના કારણે ઘણા મોત થયાં છે.વારંવાર પોલીસ કર્મચારીઓ દ્રારા કેટલાય લોકોના CPR આપીને જીવ બચાવ્યાના વિડીઓ સોશીયલ મિડીયામાં વાઈરલ થયાં છે.
- Advertisement -
ગુજરાત પોલીસ દ્રારા આજ રોજ યોજાયેલ સી.પી.આર તાલીમ કેમ્પમાં મહેસાણા જીલ્લા પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહી ખ્યાતનામ ડોક્ટરો દ્રારા વીડીયો કોન્ફરન્સ દ્રારા પણ સી.પી.આર ની તાલીમ લીધી હતી.
મહેસાણા જીલ્લા એસ.આર.પી ગ્રુપના એસ.પી વિશા મેડમ દ્રારા મજી ને લગતી માહિતી આપવામાં આન્વી હતી. વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પી.આઈ નીનામા તથા સ્ટાફ દ્રારા વિશેસ કામગીરી કરવામાં આવી હતી.
અહેવાલ :- ભરતસિંહ વાઘેલા, વિસનગર