બાઇક ચાલકે ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત
મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. તેમાંથી વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં એકટીવા લઈને ખણુંસાથી વિજાપુર જઈ રહેલા યુવકને અન્ય બાઇક ચાલકે ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોકની માહોલ છવાઈ છવાયો હતો.
વિજાપુર તાલુકાના ખણુંસા ગામે રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો સંજયગીરી ભગવાન ગીરી બાવા નામનો 24 વર્ષીય યુવાન તેના ગામ ખણુંસા પાસેથી એક્ટિવા નંબર જીજે 02 ડીબી 1884 લઈને વિજાપુર પેટ્રોલ લેવા ગયો હતો. જેમાં યુવક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા રીક્ષા ચાલક કાકા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના કાકા અરવિંદ ગીરીને અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક વિજાપુર દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત ભત્રીજાને વિજાપુર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે હિંમતનગર લઇ જવાયા હતા. દરમિયાન યુવાનનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.