આદર્શ વિદ્યાલયના ધોરણ 9 થી 12 ના કુલ 54 વિધાર્થીઓએ ભાગ લીધો.
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલયમાં આજ રોજ તા-19/08/2023 ના રોજ “અમૃત મહોત્સવ” અંતર્ગત અને “ભારત વિકાસ પરિષદ ” ના સંયુક્ત ઉપક્રમે “ભારત કો જાનો” સામાન્ય જ્ઞાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં ભારત વિકાસ પરિષદ, વિસનગરના મંત્રીશ્રી રાકેશભાઈ ગુપ્તા, શ્રી કમલેશભાઈ સોની, શ્રી નિકુંજભાઈ રાવલ, શ્રી ધવલભાઈ મોદી, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ અને મીડિયા પ્રસાર પ્રચાર મંત્રી શ્રી પ્રકાશભાઈ સોની વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રીએ શાળાની પરંપરા મુજબ પુસ્તક અર્પણ કરી મહનુભાવોનું સ્વાગત કર્યું હતું.
ભારત દેશની વિવિધતા અને વિશેષતા ભરેલી સંસ્કૃતિ અને દેશના મૂલ્યો” થી વિદ્યાર્થીઓ અવગત થાય એ હેતુથી “ભારત કો જાનો” એ વિષય અંતર્ગત સામાન્ય જ્ઞાનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 54 વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.આમ આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ” અંતર્ગત અને ભારત વિકાસ પરિષદ દ્વારા “ભારત કો જાનો” વિષે સામાન્ય જ્ઞાનની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું તે બદલ પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.