કડી મામલતદારને અનેક પ્રશ્નો અને માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.
કડી તાલુકા વાજબી ભાવની દુકાન એસોસિએશન દ્વારા કડી મામલતદારને અનેક પ્રશ્નો અને માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં રાશન ડીલરોના બાકી પડતર પ્રશ્નો અંગે રાજ્ય વાજબી ભાવ સંઘ દ્વારા રાજ્ય સરકારને ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે પણ બેઠકો યોજવામાં આવી છે. 4 ઓગસ્ટ 2023 ના રોજ આ અંગે પુરવઠા વિભાગ તરફથી દરખાસ્ત કરવાની પ્રતિબદ્ધતા હોવા છતાં ઘણા સમયથી પડતર માંગણીઓ ન સ્વીકારાતા રાજ્યના એસોસિએશને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીને પત્ર લખ્યો હતો.
કડીમાં કરણનગર રોડ પર આવેલ સેવાસદન ખાતે વાજબી ભાવની દુકાન એસોસિએશન દ્વારા અનેક પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે કડી તાલુકાના રેશન ડીલરોએ સપ્ટેમ્બર માસમાં અનાજનો નિકાલ ન કરવા અંગેની અરજી આપી હતી. રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે સસ્તા અનાજ સંઘના હોદ્દેદારો સોમવારે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, સપ્ટેમ્બર માસ માટે અપાતા અનાજના જથ્થાને કોઈપણ દુકાનદારે ન ઉતારવા આહવાન કર્યું હતું.
SOURCE : DIVYA BHASKAR