વડનગરની એક કિશોરીને પરણિત યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર થયો પ્રેમ,ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો
યુવકે પોતે કુવારો હોવાનું જણાવી કિશોરી સાથે સબંધ બાંધી ગર્ભવતી બનાવી
સોશીયલ મિડીયાનો ઉપયોગ એક કિશોરીને ભારે પડ્યો તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વડનગરની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જેની સાથે હરવા- ફરવા જતાં ગર્ભ રહી ગયો હતો. આથી તેણીએ લગ્ન કરવા માટે દબાણ કરતાં આ શખ્સે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું જણાવતાં પોતાની સાથે યુવકે દગો કર્યો હોવાનો અહેસાસ થતાં તેણીએ બનાસકાંઠા ૧૮૧ અભયમની મદદ લીધી હતી. ૧૦૮ ની ટીમે કાયદાકીય સમજ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી. ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમભંગ થયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સમાજ માટે અને નાની ઉંમરની કિશોરીઓ તથા તેમના માં બાપ માટે લાલ બત્તી સમાન છે.
૧૮૧ અભયમની ટીમે મદદ કરી કાયદાકીય સલાહ આપી સુરક્ષિત સ્થળે ખસેડી
પ્રેમમાં દગો થયો હોવાનું જણાતાં બનાસકાંઠા ૧૮૧ અભયમને કોલ કરતાં કાઉન્લેસર લક્ષ્મીબેન સોલંકીએ મહિલા પોલીસ શિલ્પાબેન અને ચાલક અમરતભાઇ સાથે જઇ સગીરાનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય સલાહ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી.
કિશોરીના માતા- પિતાને આ પ્રેમ પ્રકરણ તેમજ સગીરા તેના પ્રેમી યુવકથી ગર્ભવતી બની હોવાની જાણ થતાં ઘરમાંથી હાંકી કાઢી હતી. બીજી તરફ સગીરાએ પોતાના પ્રેમી પાસે જ રહેવાની જીદ કરી રહી છે. જાેકે, તેની વય ઓછી હોવાથી અત્યારે સુરક્ષિત સ્થળે રાખવામાં આવી હોવાનું સૂત્રો દ્રારા જાણવામાં મળ્યું છે.
બનાસકાંઠામાં આ સપ્તાહમાં ઈન્સ્ટાગ્રામ ઉપર બે કિશોરીઓ ફસાઈ
બનાસકાંઠા જિલ્લાના શખ્સોએ ઇન્ટાગ્રામ ઉપર બે કિશોરીઓને ફસાવી હોય તેવો એક જ સપ્તાહમાં આ બીજાે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ કિસ્સા ઉપર વાલીઓએ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે કે, બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે. તેમાં બાળકો સોશિયલ મીડિયાનો કઇ કઇ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તેમનું મિત્ર વર્તુળ કોણ કોણ છે. તે ખરેખર જાણવું જરુરી છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper