| |

LOKSABHA ELECTION : આજે કમલમમાં વેલકમ પાર્ટી યોજાઇ, સીઆર પાટીલે ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા

CR Patil

આજે ગાંધીનગરના કમલમમાં ભાજપ દ્વારા એક મેગા વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલે આ તમામનું ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યું.

આજે ગાંધીનગરના કમલમમાં યોજાયેલી ભાજપની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ નવા જોડાયેલા સભ્યોને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ વેલકમ પાર્ટીમાં પૂર્વ MLA મહેશ વસાવા અને પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

Nirbhay Marg News YouTube Channel

સંજયભાઈ મોરી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.

Nirbhay Marg News YouTube Channel

ભાજપની બીજી યાદીમાં આ બે બેઠકો પર મહિલા ઉમેદવારો કપાશે, જાણો પુરુષોમાં કોણ છે રેસમાં આગળ ?

LOKSABHA ELECTION

ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, તો કોંગ્રેસે પણ પોતાની પ્રથમ યાદીમાં જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા. જોકે, ગુજરાતમાં ભાજપે પ્રથમ યાદીમાં 26 બેઠકોમાંથી 15 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ ગુજરાતના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે ચર્ચા છે કે, ભાજપ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં 11 ઉમેદવારોના નામ આવી શકે છે. ભાજપ પોતાની આજે બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થઇ શકે છે.

આજે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ હશે, પરંતુ આમાં સૌથી મોટુ ટ્વીસ્ટ્સ આવી શકે છે મહિલા ઉમેદવારોને લઇને કેમકે સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, ભાજપ રાજ્યમાં મહેસાણા અને સુરતથી મહિલાઓના સ્થાને પુરૂષ ઉમેદવારોને મેદાનમા ઉતારી શકે છે. મહેસાણા અને સુરત બેઠકો છોડીને અન્ય બેઠકો ભાજપ મહિલા ઉમેદવારો ઉતારી શકે છે. જો આમ થશે તો મહેસાણાથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો રજની પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, અને સુરતથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો મુકેશ દલાલનું નામ શક્ય છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો