કડી ખાતે જુગાર ધામ ઉપર SMC એ કરી હતી રેડ,આ રેડમાં કડી પોલીસ સ્ટેશન ના PI અને PSI ને સસ્પેન્ડ કર્યા બાદ વધુ કાર્યવાહી
મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા રેન્જ આઈ જી ના આદેશ થી LCB ના PI રોમા ધડુક અને PSI એચ.એલ .જાેશીને લિવ રિઝર્વ મૂકવામાં આવ્યા અને LCB ના 6પોલીસ કર્મી ની પણ તાત્કાલીક બદલી કરવામાં આવી.
સમગ્ર મહેસાણા જીલ્લા પોલીસ બેડામાં કડી SMC પ્રકરણને લઈને ચકચાર મચી ગયો છે.મહેસાણા જિલ્લાના કડીમા થોડા દિવસ અગાઉ ૨૪ કલાકમાં સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે દરોડા પાડી જુગાર અને દારૂ ઝડપી લીધો હતો. જ્યાં સમગ્ર ઘટના બાદ જિલ્લા પોલીસ વડાના આદેશથી કડી પોલીસ મથકના પી.આઈ,પી.એસ.આઈ સહિત ૩ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રેન્જ આઈ.જીના આદેશથી જીલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ LCB માં ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર LCB PI રોમા ધડુક અને PSI એચ.એલ.જાેશીને લિવ રિઝર્વ મૂકવામાં આવ્યા અને LCB ના ૬ પોલીસ કર્મી ની પણ તાત્કાલીક બદલી કરવામાં આવી છે.જેમાં નિર્દોશ અધિકારીઓનો પણ ભોગ લેવાયો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.
- Advertisement -
વધુ વિગતમાં કડીમાં મલારપુરામાં ચાલતા ડેનીના જુગાર ધામના અડ્ડા પરથી ગાંધીનગર SMCની ટીમે ખાનગી વેશમાં આવી દરોડા પાડી જુગાર ધામ ઝડપી લીધું હતું. જેમાં SMC ટીમે ૧૮ જુગારીને ૩.૫૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. તેની સાથે સાથે થોળ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં દારૂ રાખી વેપાર કરતા લિસ્ટેડ બુટલેગરને પણ SMC ની ટીમે દારૂ સાથે ઝડપી લીધો હતો.

આમ ૨૪ કલાકમાં કડીમાં SMC ની ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા જતા જિલ્લા પોલીસ વડા દ્વારા હાલમાં સસ્પેન્સ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં કડી પોલીસમાં ફરજ બજાવતા PI એન.આર.પટેલ, PSI બી.પી મકવાણા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ નીતિન ભાઈ, મહેશજી અને મકસુંદ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેની સાથે LCB ના PI રોમા ધડુક અને PSI એચ એલ જાેશીને લિવ રિઝર્વ મૂકવામાં આવ્યા અને LCB ના ૬ પોલીસ કર્મી ની પણ તાત્કાલીક બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણા LCB ની કેટલાક દિવસોથી સરાહનીય કામગીરી રહી હોવા છતાં પણ જીલ્લા પોલીસવડાની આ કાર્યવાહીથી સૌને સ્તબ્ધ કરી દિધા છે.