| | |

LIVE UPDATE: લોરેન્સના માણસોએ મારા સ્ટાફને રોકીને આપી ધમકી – રાજ શેખાવત

sekhavat

Breaking News: રાજ શેખાવતે મીડિયાને જણાવ્યું , “હું કોઈના બાપથી ડરતો નથી. શાર્પશૂટર છું. ભારતીય સેનામાં રહી ચૂક્યો છું. જમ્મુ-કાશ્મીરમાં 8 વર્ષ રહ્યો છું. આતંકીઓને ઠોકી ચૂક્યો છું. જરૂર પડી તો આ લોકોને પણ ઠોકી દઈશ. મને કોઈ જ ફરક નથી પડતો.”

ક્ષત્રિય સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા અને કરણી સેનાના (KARNI SENA) ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતની (LORENCE BISHNOI) લોરેન્સ બિશ્નોઈના માણસો દ્વારા રેકી રાખી સોશિયલ મીડિયામાં ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.

5 ડિસેમ્બર, 2023ના રોજ રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ (SUKHDEVSINH) સુખદેવસિંહ ગોગામેડીની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખવામાં આવી હતી.

જે ઘટનાએ સમગ્ર રાજસ્થાનમાં તરખાટ મચી જવા પામી હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ હત્યાકાંડના દૃશ્યોએ આખા દેશમાં સનસની મચાવી દીધી હતી. હવે આવી જ ઘટના પોતાની સાથે બની શકે એવું રાજ શેખાવતને લાગી રહ્યું છે. જે અંગેના કારણો અને પૂરાવાઓ મીડિયા સમક્ષ જાહેર કર્યા છે.

raj sekhavat

સોશીયલ મીડિયામાં કરેલી કોમેન્ટોનું પોસ્ટર

સમગ્ર દેશમાં ભારે વિરોધ બાદ સુખદેવસિંહની હત્યાની તપાસ NIA કરી રહી છે. અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને NIA અત્યાર સુધીમાં 9 આરોપીને ઝડપી પાડ્યા છે. છેલ્લે અશોક કુમાર નામની આરોપીની રાજસ્થાનના ઝુંઝનૂથી ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓના તાર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા હોવાના પણ દાવા થતા આવ્યા છે. રાજ શેખાવતા મતે આ જ ગેંગના લોકો તેમને ધમકી આપી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

raj_sekhavat

લોરેન્સના માણસોએ મારા સ્ટાફને રોક્યો અને ધમકી આપી – રાજ શેખાવત

રાજ શેખાવતના જણાવ્યા અનુસાર , ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પર મારો વીડિયો હતો. તેના પર કોમેન્ટ બોક્સમાં આ લોકોએ મને ધમકીઓ આપી છે. તેમાં ઘણુ બધું લખ્યું છે. મારા ફોટો ઉપર ચોકડીનું નિશાન કર્યું છે. સાથે બીજા બે લોકોના પણ ફોટા છે. એક ફોટો સિદ્ધુ મુસેવાલાનો છે, પછી સુખદેવસિંહનો અને ત્રીજો ફોટો મારો રાખ્યો છે. આમાંથી બે લોકોની હત્યા થઈ ચૂકી છે. આવા પોસ્ટર બનાવીને એ લોકોએ સોશિયલ મીડિયા પર મૂક્યા છે. આ લોકોએ મને ડરાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા કામ શરૂ કર્યા છે.

રિવરફ્રન્ટ પર રાજ શેખાવતના સ્ટાફને મળી ધમકી

31 ડિસેમ્બરે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એક ઘટના બની હતી. રાજ શેખાવતે જણાવ્યું કે, ” મારો સ્ટાફ જતો હતો. એમને રોકીને ધમકાવ્યો કે “બુઢ્ઢે શેખાવત કો બોલ દેના, લોરેન્સ તેરા બાપ હૈ.” એમ કહીને ડરાવીને જતાં રહ્યાં હતા. 3 શખ્સો હતા. તેઓ ક્રેટા ગાડીમાં હથિયાર લઈને આવ્યા હતા. ગાડી પર H લખ્યું હતું. અમે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનને આ વાત જણાવી હતી.”

મારી ઓફિસની બહાર મારી વોચ રાખવામાં આવી હતી

રાજ શેખાવતે વધુમાં કહ્યું, 3 જાન્યુઆરીએ સાંજે UP-45 રજિસ્ટ્રેશનની ગાડી મારી ઓફિસ નીચે ઊભી રહી હતી. મેં મારા સ્ટાફને પૂછ્યું તો મને કહ્યું કે કલાકોથી એ ગાડી ત્યાં જ ઊભી હતી. હું ઓફિસથી નીચે ઉતાર્યો, મારે એરપોર્ટ જવાનું હતું. ત્યારે મેં પણ જોયું કે બે લોકો કારમાં બેઠા હતા.

રાજ શેખાવત ને મળેલી ધમકીના જવાબમાં જણાવ્યું છે કે, હું ફૌજી માણસ છું. બધા ઉપર નજર રાખું છું. જ્યારે એ લોકો મારી સામે આવ્યા તો મેં સીધા જ તેમની આંખોમાં આંખો નાખી અને મારી ગન પર હાથ મૂક્યો. એટલામાં જ એ લોકો કાર લઈને ભાગી ગયા હતા. મેં તેમને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ મારા હાથમાં આવ્યા નહીં. આ ઘટના બની એ સમયે હું એકલો જ હતો.

સમાજના આગેવાન સુખદેવસિંહની ઘરમાં ઘૂસીને એ લોકોએ હત્યા કરી છે. આ ઘટના બની ત્યારથી જ હું સરકાર અને પ્રશાસનને અપીલ કરતો આવ્યો છું કે આ હત્યાકાંડમાં સામેલ આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ. અથવા તો ફાંસી થવી જોઈએ. એક પણ ગુનેગાર બચવો ન જોઈએ.

https://nirbhaymargnews.com/

Similar Posts