‘બિપરજોય’ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું,આગામી ત્રણ કલાક કચ્છ માટે ભારે
અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયકાંઠે ટકરાઈ ગયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.
આફતનો સામનો કરતા કચ્છવાસીઓ
એક બાજુ, તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે કચ્છનો દરિયો તોફાની બન્યો છે. આમ એકસાથે ત્રણ-ત્રણ આફતનો કચ્છવાસીઓ સામનો કરી રહ્યા છે. કચ્છ જિલ્લાના કાઠા વિસ્તારના 49 હજારથી વધુ લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા છે.
- Advertisement -
ઓખા જેટી પર દરિયાનાં પાણી ફરી વળ્યાં
દ્વારકાના ઓખા જેટી પર દરિયાનાં પાણી ફરી વળ્યાં છે તેમજ ડાલડા બંદરમાં પણ દરિયાઈ પાણી ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર દ્વારા લોકોને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જેથી કોઈપણ જાનહાનિ ના સમાચાર નથી. વાવાઝોડાને પગલે દ્વારકામાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજ સવારથી જ વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકિનારે ખૂબ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે.