| |

KADI : યુવકે સુસાઇડ નોટ લખી કેનાલમાં પડી આત્મહત્યા કરી

“મારું મરવા પાછળનું કારણ આ છ વ્યક્તિ જવાબદાર છે. માયા પાટીદાર, પ્રિયા પાટીદાર, નિતીન કનોજીયા, યજ્ઞેશ કનોજીયા, મિહિર ચૌહાણ, જીયા ચૌહાણ આ લોકો મને સોસાયટીની બહાર ટોર્ચર અને મારવાની ધમકી આપતા હતા. આ લોકોએ મારી પર ખોટો કેસ કરવા તો આમાં મારી ફેમિલી કે મારા ફ્રેન્ડનો કોઈ જ વાંક નથી” જેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ

સુસાઇડ નોટમાં લખેલા હસ્તાક્ષર મેચ થતા બાવલું પોલીસે છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી

અમદાવાદના નવા વાડજ ખાતે રહેતા ગીતાબેન પટેલ કે જેઓ ખાદી ગ્રામ ઉદ્યોગમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગીતાબેનના ભાઈ રમેશભાઈનો પુત્ર રોહિત ઉર્ફે રાહુલ દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી રહ્યો હતો.

મૃતક યુવકની ફાઈલ તસવીર

 

તારીખ 04/05/2022ના રાહુલ ઉર્ફે રોહિત ઘરેથી બાઈક લઈને ડોક્ટર કૌશલભાઈના દવાખાને નોકરી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો.સાંજના સમયે ડોક્ટર કૌશલભાઈનો ફોન ગીતાબેન ઉપર આવ્યો હતો અને કહ્યું હતું કે, રોહિત ઉર્ફે રાહુલ મને અડધો કલાકમાં નોકરી આપો તેવું કહ્યું હતું, પરંતુ હજુ સુધી દવાખાને નોકરી માટે આવ્યો નથી. જ્યાં ગીતાબેને રોહિત ઉર્ફે રાહુલની શોધખોળ હાથ ધરી હતી અને સગા સંબંધીઓને જાણ કરી હતી, પરંતુ કંઈ જ ભાળ મળી ન હતી.

05/05/2022ના દિવસે ગીતાબેન નવા વાડજ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ નોંધાવી હતી.ગીતાબેનના ભત્રીજાનું બાઈક કડી તાલુકાના રંગપુરડા નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યું હતું.

ગીતાબેન સહિત પરિવારજનો રંગપૂરડા નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાહુલની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાહુલનો કોઈ જ અતોપતો ન મળતા રાહુલની લાશ કડી તાલુકાના ખાવડ મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. ઘટનાને લઇ બાવલું પોલીસ દોડી આવી હતી અને રાહુલની લાશને પીએમ અર્થે કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી પોલીસે કરી હતી.

કેનાલ ની ફાઈલ તસ્વીર

 

ગીતાબેને રાહુલ ગુમ થયા બાદ ઘરની અંદર તલાસી હાથ ધરી હતી. જ્યાં એક સુસાઇડ નોટ મળી આવી હતી. જ્યાં રાહુલની લાશ મળી આવ્યા બાદ ગીતાબેને તે સુસાઇડ નોટ બાવલું પોલીસ સ્ટેશનમાં આપી હતી અને પોલીસે આ સુસાઇડ નોટ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી આપવામાં આવી હતી.

રાહુલે તેના હસ્તાક્ષરથી સુસાઇડ નોટમાં લખ્યું હતું “મારું મરવા પાછળનું કારણ આ છ વ્યક્તિ જવાબદાર છે. માયા પાટીદાર, પ્રિયા પાટીદાર, નિતીન કનોજીયા, યજ્ઞેશ કનોજીયા, મિહિર ચૌહાણ, જીયા ચૌહાણ આ લોકો મને સોસાયટીની બહાર ટોર્ચર અને મારવાની ધમકી આપતા હતા. આ લોકોએ મારી પર ખોટો કેસ કરવા તો આમાં મારી ફેમિલી કે મારા ફ્રેન્ડનો કોઈ જ વાંક નથી” જેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલો હતો.

રાહુલના હસ્તાક્ષર તેમજ સુસાઇડ નોટમાં લખેલા હસ્તાક્ષર મેચ થતા બાવલું પોલીસે છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી.