ગોડાઉમાં ઈલેક્ટ્રિક-ટુ-વ્હીલર બળીને રાખ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા
આંધ્રપ્રદેશના વિજયવાડામાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બાઇક શોરૂમમાં લાગેલી આગમાં 500થી વધુ વાહનો બળીને રાખ થઇ ગયા છે. જોકે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. ચેન્નાઈ-કોલકાતા નેશનલ હાઈવે નજીક કેપીનગર વિસ્તારમાં આજે સવારે ટીવીએસ શોરૂમ અને ગોડાઉનમાં આગ લાગી હતી.
પ્રિ-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, આગ સૌપ્રથમ શોરૂમના પહેલા માળે લાગી હતી… પછી આગ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેણે બાજુના ગોડાઉનને પણ લપેટમાં લીધું હતું… હવે ફાયર બ્રિગેડના 5 વાહનો અને સુરક્ષા કર્મચારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રિ-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી… શોરૂમની બાજુમાં આવેલા ગોડાઉનમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પડેલા હતા, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી…
- Advertisement -
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ચાર્જિંગને કારણે શોર્ટ સર્કિટ?
કંપનીનો શોરૂમ, ગોડાઉન અને સર્વિસ સેન્ટર એક જ જગ્યાએ હતા, તેથી મોટી સંખ્યામાં ટુ-વ્હીલર હતા. આ શોરૂમ વિજયવાડા અને યુનાઈટેડ ક્રિષ્ના જિલ્લામાં સૌથી મોટું સેન્ટર હતું…. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓને શંકા છે કે કેટલાક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચાર્જ થઈ રહ્યા હતા, જેના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી…
ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર સંકારાવે જણાવ્યું હતું કે, “અમે પહોંચ્યા ત્યારે શોરૂમ સંપૂર્ણ રીતે આગ અને ધુમાડામાં લપેટાયેલો હતો.” દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો… હવે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આગમાં 1000માંથી 400-500 વાહનો બળીને રાખ થઈ ગયા… શોરૂમના માલિકને 15 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.