શહેરના આથમણા ઠાકોર વાસમાં રહેતા રવીન્દ્રકુમાર પ્રહલાદજી ઠાકોરે પાંચ માસ અગાઉ એક મોટરસાઇકલ હીરો શો રૂમમાંથી ખરીદી કરી અને રસ્કિન પટેલના ત્યાં ફાયનાન્સ કંપનીમાંથી રૂ. 84000ની લોન કરાવી હતી. જેનો દર મહિને હપ્તો રૂ. 2780 આવતા તે ભરતો હતો. ઠાકોર રવીન્દ્ર મોટરસાઇકલ લઈ ડભોડા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી પરત વિસનગર આઇ.ટી.આઇ ચોકડી પાસે આવતા બે ઈસમો કાળા કલરની એક્ટિવા પર આવી બાઇક સાઈડમાં ઉભુ રખાવી બાઇકની ચાવી તથા બાઈકના હપ્તા બાકી છે જેથી 3000 માગતા 1500 રૂપિયા આપ્યા હતા.
તેમછતાં પણ અપશબ્દો બોલી બંને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને શાહરૂખે ડાબા હાથે ધોકો માર્યો હતો અને જે અંગે મિત્રો બારોટ અભય અને પરમાર હર્ષને ફોન કરી જાણ કરતા બંને આઇ.ટી.આઇ ચોકડી પર આવ્યા હતા અને વચ્ચે છોડાવવા પડતાં તોફિક નામના ઈસમે બારોટ અભય તેમજ હર્ષને ધોકો માર્યો હતો. આમ ત્રણેયને માર મારી બાઈકના હપ્તા ભરી દેજે નહિંતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા રવીન્દ્ર ઠાકોરે વિસનગર શહેર પોલીસ મથકમાં શાહરુખ અને તોફીક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.