પોતાના પેટ્રોલપંપના લે-આઉટ પ્લાન મંજુર કરવા બોટાદ નગર નિયોજકની કચેરી ખાતે અરજી કરેલ જે લે-આઉટ પ્લાન અપ્રુવ કરવાના બદલામાં આરોપી નં.૧ (ઈ.ચા નિયોજક બોટાદ)નાએ આરોપી નં.૨ મારફતે ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીશ્રીએ એ.સી.બી.નો સંપર્ક કરતા, લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી-૨ એ સ્થળ પર આરોપી-૧ વતી લાંચના નાણા રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી આરોપી નં.૨ નાઓએ આરોપી નં.૧ સાથે પોતાના ફોનથી હેતુલક્ષી વાતચીત કરી એકબીજાની મદદગારી કરી બન્ને આરોપીઓ પકડાઈ જઈ ગુનો કર્યા
ટ્રેપ કરનાર અધિકારી :-
શ્રી આર.ડી.સગર,
પોલીસ ઇન્સ્પેક્ટર,
બોટાદ એ.સી.બી. પો.સ્ટે., તથા ટીમ.
સુપર વિઝન અધિકારી :-
શ્રી બી.એલ.દેસાઇ,
ઇ.ચા.મદદનીશ નિયામક,
એ.સી.બી. ભાવનગર એકમ,
ભાવનગર.