વાવાઝોડાને કારણે શુક્રવાર અને શનિવાર સહિત રાજસ્થાનના 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં તોફાનનું સૌથી વધુ જોખમ છે. જોધપુર યુનિવર્સિટીએ ચક્રવાતથી પ્રભાવિત વિસ્તારોમાં 16 અને 17 જૂને યોજાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. રેલવેએ બાડમેર-જોધપુર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનને બે દિવસ સુધી નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયા બાદ વાવાઝોડાની ઝડપ ઘણી ઓછી થઈ ગઈ છે. હવે તે 12 KM પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તોફાનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ તેની તીવ્રતા પણ સતત ઘટી રહી છે. મોડી સાંજ અથવા રાત સુધીમાં તે ડિપ્રેશનમાં વધુ નબળું પડી જશે.
જાલોર, સિરોહી, ઉદયપુર, બાડમેર, જેસલમેર, જોધપુર અને પાલી બેલ્ટમાં જોવા મળી હતી. સિરોહીમાં સાંજે 61 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે બાડમેર જિલ્લામાં પવનની ઝડપ 55, જાલોરમાં 46 અને જોધપુરમાં 58 કિમી પ્રતિ કલાકની હતી. સિરોહીના માઉન્ટ આબુની તમામ ખાનગી શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
પાલીના રાણકપુરના વિશ્વ પ્રસિદ્ધ જૈન મંદિરે બે દિવસ માટે શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિરના મેનેજર જસરાજ માલીએ જણાવ્યું કે વાવાઝોડાને જોતા પ્રશાસનની સૂચના પર 16-17ના રોજ મંદિરમાં તમામ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો પ્રવેશ બંધ રહેશે. આ સિસ્ટમની અસર ગુરુવાર સાંજથી પાલીમાં જોવા મળી હતી