વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા રેકોર્ડ નોધવામાં આવ્યો.
બ્રહ્માણી ઈવેન્ટ પ્રા.લિ. દ્વારા રીવર ફ્રન્ટ, અમદાવાદ ખાતે તા. ર૦/૧ર/ર૦ર૧ના રોજ બ્યુટી સલૂન એક્સપો, ર૦ર૧ ગુજરાતના શ્રમ અને રોજગાર, પંચાયતો, ગ્રામિણ વિકાસ અને ગ્રામિણ આવાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો
આ પ્રસંગે હેર કટીંગ ઓન લાઈન-ઓફ લાઈન ૧૦પ૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી સાંજે પઃર૦ થી ૬ઃ૦૦ કલાકમાં હેર કટીંગ, હેર સ્ટાઈલ બનાવી વર્લ્ડ રેકોેર્ડ સર્જયો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, લંડન દ્વારા પ્રોવિઝનલ સર્ટીફીકેટ ગુજરાતનાં અધ્યક્ષ એડવોેકેટ અશ્વિન ત્રિવેદી તથા નેશલન સેક્રેટરી તીથી ભલ્લા દ્વારા આયોજક જશવંત બામનીયાને એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથી તરીકે રાકેશ પાઠક, ધિરેન શુક્લ તથા હિરેન ત્રિવેદી ઉપસ્થિત રહેલા. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના અધ્યક્ષ સંતોષ શુક્લા તથા વીલીયમ ઝેચલરે આયોજકો તથા ભાગ લેનાર દરેકને શુભેચ્છા પાઠવેલ હતી.
અહેવાલ -દિપક વ્યાસ,ગાંધીનગર