મોરબી બ્રિજ દુર્ઘટના કેસ: કોર્પોરેટરોએ નગરપાલિકાને હટાવવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો
30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીમાં હેંગિંગ પૂલ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. રિનોવેશન બાદ પુલ ખુલ્લો મુકાયાના દિવસોમાં જ ગોઝારી ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં રાજ્ય સરકારે મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય કર્યો હતો. 52 સભ્યોની મોરબીપાલિકાને સુપરસીડ કરીને અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુચ્છલને વહીવટ સોંપવામાં આવ્યો હતો. હવે આ મુદ્દે મોરબી નગર પાલિકાના નગર સેવકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. પાલિકાને સુપરસીડ કરવાના સરકારના નિર્ણયને નગરસેવકોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. બીજી તરફ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.
એસ. કે વોરાએ સ્પેશિયલ પીપી તરીકે રાજીનામું આપ્યું હતું
આ કેસમાં સરકારી વકીલ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.કે.વોરાની નિમણૂક કરવામાં આવી હતી. એસકે વોરાએ તાજેતરમાં સ્પેશિયલ પીપી તરીકે રાજીનામું આપ્યું હતું. મોરબી ઝુલતા પુલ અકસ્માત કેસમાં ખાસ પી.પી. કેસના કામના ભારણને ટાંકીને વકીલે રાજીનામું આપતાં આ કેસ ફરી એકવાર ચર્ચાનું કારણ બન્યો હતો. એસ.કે.વોરા રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે.
- Advertisement -