|

GUJARAT :ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

Board Exams

EDUCATION : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ ગઈ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આજે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ અને હિન્દી ભાષાના પેપર આપી રહ્યા છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પ્રથમ પેપરને લઈને ઉમેદવારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલ પરીક્ષા ચાલુ છે અને ઉમેદવારો પોતાનું પેપર આપી રહ્યા છે.

Nirbhay Marg News YouTube Channel

બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. ઇન્સ્પેક્શનની ટીમો પણ ક્લાસરૂમોમાં ફરી ચકાસણી કરી રહી છે.

Nirbhay Marg News YouTube Channel

આ પગલું શિસ્ત જાળવવા અને ગેરરીતિ ટાળવા માટે લેવામાં આવ્યું છે. જો કોઈ વિદ્યાર્થી પશ્ચાતાપ પેટીમાં મૂક્યા વિના સાહિત્યનો ઉપયોગ કરતા પકડાય તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુલાબનું ફુલ અને ગોળધાણાથી સ્વાગત: પરીક્ષાર્થીઓને શાળામાં ગુલાબનું ફુલ આપીને અને ગોળધાણા ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનો અને પરીક્ષા પ્રત્યેનો ભય દૂર કરવાનો હતો.

વ્હીલચેરની વ્યવસ્થા: કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક અક્ષમતા હોય તો તેમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ બંદોબસ્ત અને શિક્ષકોનો સપોર્ટ: પરીક્ષા કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે મદદ અને માર્ગદર્શન આપવા માટે હાજર રહેશે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો