ગુજરાત ભાજપ દ્વારા ત્રણ જિલ્લાના અને એક શહેરના પ્રમુખોની નિમણૂક કરાઈ છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે દેવાભાઇ વરચંદની, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડીની નિમણુક કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ સરપ્રાઈઝ ફેરફાર કરતાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બદલાયા છે. ગાંધીનગરમાં યોજાયેલી શહેર અને ભાજપની કારોબારીમાં આનો સંકેત મળી ગયો હતો. રાજકોટ શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચાર અને સામુહિક રાજીનામાં પ્રકરણ પછી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની કામગીરી પર આક્ષેપ થયા હતા. રાજકોટના કેટલાક વોર્ડમાં જૂથવાદ શમ્યો નહોતો.