50 થી વધુ યુવતી દુષ્કર્મનો ભોગ બન્યાનો યુવતીના વકીલનો દાવો
Bulgaria girl accused of raping a CMD :અમદાવાદમાં મેડિકલ જગતમાં ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક ફાર્મા કંપનીના cmd પર દુષ્કર્મ નો આરોપ લાગ્યો છે.અમદાવાદની પ્રખ્યાત ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ અમદાવાદની કોર્ટમાં ફાર્મા કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી, એને કોર્ટ ઇન્કવાયરી બાદ રિજેક્ટ કરાતાં યુવતી FIR નોંધાવવા કોર્ટનો નિર્દેશ માગવા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે. આ અરજી પર હાઈકોર્ટમાં 4 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
ભોગ બનનાર યુવતી અમદાવાદમાં રહેતી હતી
- Advertisement -
મળતી માહિતી મુજબ બલ્ગેરિયાની 27 વર્ષની યુવતી ભારતમાં આવીને અમદાવાદ ખાતે રહીને કામ કરતી હતી.વર્ષ 2022માં તે એક જોબ સોલ્યુશન કંપની દ્વારા અમદાવાદની ફાર્મા કંપનીના CMDની PA તરીકે જોડાઈ હતી.સૌપ્રથમ લોઅર કોર્ટમાં અંજના શર્મા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદમાં તેમના વકીલ તરીકે ઓમ શર્મા જોડાયા હતા.
CMDએ કહ્યું, નોકરી કરવી હોય તો ભોગ એવો પડે
યુવતીને જણાવ્યા અનુસાર,તેને CMD સાથે ઉદયપુર, જમ્મુ વગેરે જગ્યાએ જવાનું થતું, જ્યાં CMD તેની સાથે છૂટછાટ લેવાની કોશિશ કરતા. જમ્મુમાં CMDએ તેને નોકરી કરવી હોય તો બાંધછોડ ન હોવી જોઈએ એમ જણાવ્યું હતું. CMD તેની સાથે કોઈની ઉપસ્થિતિમાં પણ અણછાજતું વર્તન કરતા. બાદમાં તેની જાતીય સતામણી કરવા લાગ્યા, આથી યુવતી ડઘાઈ ગઈ. યુવતીના વકીલનું કહેવું છે કે આવી 50થી વધુ યુવતીઓ એક જ ફાર્મા કંપનીમાં જાતીય હુમલાનો ભોગ બની છે, પરંતુ કોઈ આગળ આવ્યું નથી.

કોર્ટમાં એફિડેવિટ સાથે 28 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા
યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવવા DCP, મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ મથક વગેરે જગ્યાએ અરજી આપી હતી. જોકે કોઈ કાર્યવાહી થઈ નથી, આથી કોર્ટમાં એફિડેવિટ સાથે 28 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને FIR નોંધવા માગ કરવામાં આવી હતી. જોકે નીચલી અદાલતે મહિલાની અરજી પર પોલીસ રિપોર્ટ માગ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે અરજદાર મહિલાએ નોટરી સમક્ષ લખાવ્યું છે કે તેને સામવાળા સામે વાંધો નથી, તે ફરિયાદ પાછી ખેંચે છે. તે ભવિષ્યમાં ફરિયાદ કરશે નહીં અને કરશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવાશે.જોકે અરજદાર મહિલાના વકીલે જણાવ્યું હતું કે મહિલા પોલીસે યુવતીને તેનો સામાન પાછો અપાવવાની અરજી પર સહી કરાવીને યુવતીને છેતરી હતી.
- Advertisement -

યુવતીએ ઓક્ટોબર મહિનામાં નીચલી અદાલતના ચુકાદા સામે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ અરજી જજ જે.સી. દોશીની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના વકીલે જણાવ્યું હતું કે આ સમાજ સામેનો ગુનો છે. પોલીસે વિદેશી યુવતીના મનમાં ગેરસમજ ઊભી કરી છે. યુવતીએ ઉતારેલા વીડિયોના પુરાવા મહિલા પોલીસ પાસે છે, જે એનો નાશ કરી શકે તેમ છે.

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
- Advertisement -
Editor:- Police Public Press, Crime Times Newspaper