ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરમાં સોની કંપની દ્વારા આગામી સમય માં આવનાર નવા કેમેરાની ટેક્નોલોજી તથા વર્તમાન કેમેરા વિશે માહિતી આપતાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.
આજના યુગમાં ટેકનોલોજી સાથે ચાલવું ખુબ જરૂરી બની ગયું છે ત્યારે, ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા પણ સોની કેમેરા ના વર્કશોપનું આયોજન કર્યું જેમાં ફેકલટી દ્વારા ટેકનોલોજીને ફોટો વિડિઓ નું ટેંકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું.
સોની કંપનીએ વર્લ્ડની પહેલી કંપની છે જેને ડિજિટલ કેમેરાની દુનિયામાં પ્રથમ મિરર લેસ કેમેરા લોન્ચ કર્યા છે. ત્યારે ગાંધીનગરના ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર મિત્રો પણ આ નવી ટેક્નોલોજીથી વંચિતના રહે તે હેતુ થી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સોનીના વર્કશોપને સફળ બનાવા માટે ટ્રેડ એસોસિએશનના સેક્ટ્રેટરી અને સોની કેમેરાના ડીલરશ્રી સંજયભાઈ પટેલ, ગુજરાત ફોટો ગુડસના શ્રી વિનોદભાઈનો સહકાર મળેલ છે.
વર્કશોપમાં ટેક્નિકલ માહિતી શ્રી સુધાકર સિંઘ આલ્ફા સ્પેશ્યલિસ્ટ, અને શ્રી સુનિલભાઈ ગવાઈ CPRO સ્પેશ્યલિસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી, તથા આગામી સમયમાં નવા લોન્ચ થતા કેમેરાની માહિતી આપી હતી, વર્કશોપમાં ચંદ્ર સ્ટુડિયોના શ્રી એસ.એન શર્માજી અને વાસ્તુ ડિજિટલના શ્રી વસીમ કાદરી દ્વારા મોમેન્ટો અને બનૅર્સનું યોગદાન આપવામાં આવ્યું હતું.
અહેવાલ..દિપક વ્યાસ,ગાંધીનગર