|

GANDHINAGAR : કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે 300 કામદારોને છુટા કરી દીધા


નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો

ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે ૩૦૦ કામદારોને છુટા કરી દીધા છે. કંપનીએ કોઈપણ નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો. વિશ્વાસમાં લીધા વગર કંપનીએ કારીગરોને છુટા કર્યા હોવાનો આરોપ છે.

કંપનીએ જાેહુકમી કરી કામદારોને બહાર કાઢી મુકી દીધા હતા. ભારે હોબાળાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર કામદારોને કોઈ પણ નોટિસ આપ્યા વગર ૩૦૦ કારીગરોને છુટા કરવામાં આવ્યા છે. તમામ કામદારોનો હિસાબ કર્યા બાદ કામદારોને છુટા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં કામદારોને આગામી સમયમાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે.

કામદારોની માગ છે કે તેમને પાછા નોકરી પર રાખવામાં આવે. વેલસ્પનના પ્રવક્તાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, “IBC  હેઠળ ક્લીન સ્લેટનો સિદ્ધાંત અમને અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવાની અને સિન્ટેક્સની કામગીરી સુધારવાની સાથે બજાર હિસ્સાને વધારવાની ઉત્તમ તક પૂરી પાડે છે. વેલસ્પન તેમના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. જાે કે, બજારની વર્તમાન સ્થિતિ કંપનીની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચને નિયંત્રિત કરવા માટે આવશ્યક ર્નિણયોની જરૂરિયાત છે. જે સિન્ટેક્સને તેના ખોવાયેલો ગૌરવ પુનઃપ્રાપ્ત કરવામાં અને બજાર હિસ્સાને પુનઃ હાંસિલ કરવામાં મદદ કરશે.”

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો