સેક્ટર 24, ડબળડેકર ના બ્લોક નંબર 323 થી લઈને 328 અને 401 થી 406, તથા 425 થી 430 ના રહીશો છેલ્લા 2 વર્ષ થી ઉભરાતી ગટર ના ત્રાસ થી હેરાન પરેશાન થઇ ગયેલ છે.
અવાર નવાર રજુવાત કરતા કોર્પોરેટર શ્રી આવે છે અને માણસો દ્વારા મશીન નાખી ને ગટર સાફ કરાવી દે છે પરંતુ કાયમી કોઈ નિકાલ આવતો નથી.
છેલ્લા 2 વર્ષ થી રોજ સવારે મશીન આવે છે અને ગટર નું ગંદુ પાણી અને કચરો સાફ કરી ને મૈન ગટર માં ખાલી કરે છે જેના લીધે 3-4 કલાક ઉભું પણ રહી શકાતું નથી તેવી ગંદી દુર્ગંધ આવે છે, જેના કારણે નાના બાળકો અને બાકી રહીશો પર રોગચાળો ફાટી નીકડે તેનો ડર રહે છે.
- Advertisement -
સેક્ટર 24 ના રહીશો ની એટલી જ અરજી છે કે કાયમી ધોરણે આનો નિકાલ આવે.