ગાંધીનગરમાં હવે રાજકીય હલચલ થઈ રહી છે. CMO ના સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરાઈ છે. PMO ના સચિવ પીકે મિશ્રાની સીધી સૂચના બાદ આ ર્નિણય લેવાયો છે. જાેકે, આ બાબતે ગાંધીનગરમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, તમામ અધિકારીઓએ મૌન સેવી લીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા હતા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા. ત્યારે એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે, CMO ના ઓફિસમાં જ બેસીને પરિમલ શાહે વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.
જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે જ પરિમલ શાહનું રાજીનામુ લઈ લેવાય તેવી ચર્ચા હતી, પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે PMO માંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે. પરિમલ શાહની જગ્યાએ CMO માં SOD તરીકે ફરજ બજાવતા એ.બી.પંચાલને ચાર્જ સોંપાયો છે. પરિમલ શાહ સામે એવો પણ આક્ષેપ ઉઠ્યો છે કે, તેઓ GAS કેડરના અધિકારીઓને દબાવતા હતા. આણંદના કલેક્ટરનું સ્ટીંગ કરનારી મહિલા અધિકારી કેતકી વ્યાસ સાથે પણ તેમના તાર જાેડાયેલા હતા. આમ, આખરે પરિમલ શાહને પણ અલવિદા કરી દેવાઈ છે. આ અંગે ગાંધીનગરમાં સિનિયર અધિકારીઓએ મૌન સેવી લીધું છે.