વિસનગર શહેર અને ગામડાઓમાં જ્યારથી શ્રાવણ શરૂ થયો છે ત્યારથી જુગારીઓને જાણે મજા પડી ગઈ છે.શહેરમાં વિવિધ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસો,ગેસ્ટહાઉસો તથા ખેતરોમાં પણ બોરની ઓરડીઓમાં હાર જીતના જુગારે વેગ પકડ્યો છે.પોલીસ પોતાની મીજબાની કરવામાં વ્યસ્ત છે. કારણ કે મોટા પાયે ચાલતા જુગારધામોમાં તો બંધ બારણે ભારણ મળી જાય છે. એટલે નાના જુગારીઓને પકડીને કામગીરી બતાવવામાં આવી રહી છે.
વિસનગર તાલુકાના કેટલાક ગામડાઓમાં તો ૨૪ કલાક ખુલ્લેઆમ જુગાર ચાલી રહ્યો છે.પણ પોલીસ દ્રારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.બીજાને ફાયદો થાય કે ના થાય પણ વહીવટદારોને હાલતો એક પગ ઘી માં અને બીજાે દૂધમાં હોય તેવું લાગી રહ્યું છે.જાેઈએ શ્રાવણ પૂર્ણ થતાં જુગારના કેટલા કેસ કરવામાં આવે છે, સરકારી આંકડા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાંખશે…શ્રાવણ પૂરો થતાં મહેસાણા જીલ્લામાં સૌથી વધુ જુગારીઓ પકડવાનો શ્રેય કોના ફાળે જાય છે !
જુગારીઓ પર ચાર હાથ કોના ? ચોંકાવનારી વિગતો ટૂંક સમયમાં પુરાવા સાથે જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે…