પોલીસે એક જ દિવસમાં પંચનામું,જવાબો લઈ કોર્ટમાં રજૂ કરી દીધા,સીટી પોલીસની ઝડપી કાર્યવાહીથી ચર્ચાએ જોર પકડ્યું
ફરિયાદીના પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ,આરોપીઓને વિસનગર સબ જેલમાં મોકલાયા, કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ ના મંજૂર કરાયા
વિસનગર શહેરમાં કમાણા ચોકડી પર ગત 30 સપ્ટેમ્બરના રોજ ઈકો ગાડીના ચાલક દિનેશભાઈ સથવારાને ઢોર માર મારવાના ચકચારી કેસમાં નાસતા ફરતા આરોપીઓ અચાનક ગઈકાલે વિસનગર સીટી પોલીસ સ્ટેશને હાજર થતાં ચર્ચાએ જોર પકડ્યું છે..

આ કેસ પર નજર નાખીએ તો અંદાજે દોઢ મહિના અગાઉ વિસનગરના કમાણા ચોકડી પાસે ઇકો કાર ચાલકને થાર ગાડી લઈને આવેલ આરોપીઓએ પાઈપ અને લાકડી વડે ઢોર માર માર્યો હતો.જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મારામારીમાં ફરિયાદીના ડાબા પગમાં ફેક્ચર થયું હતું. જેને લઇ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં થાર ગાડી લઈને આવેલ દર્શન પાર્લર વાળા અમિત પટેલ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસના ઇરાદા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પરંતુ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા.

ફરિયાદ થયાના 48 દિવસ બાદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે તમામ ચારેય આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. તમામ ચારેય આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. જે બાબતે સરકારી વકીલ એ.આર.નાઈ એ શુ કહ્યું..

આ કેસના આરોપીઓ અમિત પટેલ, ધર્મ પટેલ, સ્મિથ સુધીરભાઈ પટેલ, દેવ હરેશભાઈ ને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.ફરિયાદી દ્વારા આ બાબતે પોલીસ પર ગંભીર આક્ષેપો મૂકી ન્યાયની માંગણી કરી છે.