અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ મોહાલીમાં એફ.આઈ.આર

ગત મહિને બાદલે પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકાર પર મજીઠિયાને ગેરકાયદે ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. SAD નેતા દલજીત સિંહ ચીમાએ પણ તાજેતરમાં એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ મજીઠિયાને ‘ખોટા કેસ’માં ફસાવી અને તેમની ધરપકડ કરવા પર તત્પર છે. બાદલે દાવો કર્યો હતો કે, “રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પોતાની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા બદલો લેવાનો અભિગમ અપનાવી રહી છે.” તેઓએ આરોપ લગાવ્યો કે, આદર્શ આચાર સંહિતા લાગૂ થયાના થોડા દિવસ પહેલા બિક્રમ મજીઠિયાને ખોટા કેસમાં ફસાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પંજાબમાં શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ મોહાલીમાં FIR દાખલ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે બિક્રમ મજીઠિયા સામે ડ્રગ્સના જૂના કેસ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. અકાલી દળના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધુ અને પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના દબાણ હેઠળ મજીઠિયા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હકીકતમાં, અકાલી દળ છેલ્લા ઘણા દિવસોથી આરોપ લગાવી રહ્યું હતું કે પંજાબ સરકાર પંજાબ પોલીસ અધિકારીઓ પર બિક્રમ સિંહ મજીઠિયા અને અન્ય અકાલી નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે સતત દબાણ કરી રહી છે.

અકાલી દળના નેતાઓ સતત પ્રેસ કોન્ફરન્સ કરી તેની આશંકા દર્શાવી રહ્યા હતા કે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી શકે છે. જાે કે, હાલમાં એ જાણી શકાયું નથી કે બિક્રમ મજીઠિયા સામે કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પંજાબ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધુ તેમના અને તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા બિક્રમસિંહ મજીઠીયા સામે ખોટા કેસ કરવા માટે પોલીસ અધિકારીઓ પર દબાણ કરી રહ્યા છે.

SAD પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે પોલીસ વિભાગને પોતાના કબજામાં લઈ લીધુ છે. અને પોલીસ અધિકારીઓને અકાલી દળના વરિષ્ઠ નેતાઓ સામે કાર્યવાહી કરવા મજબૂર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “પ્રમાણિક પોલીસ અધિકારીઓએ આ ગેરબંધારણીય આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો.” અધ્યક્ષે દાવો કરતા કહ્યું હતું કે, એટલા માટે જલ્દીથી જલ્દી તપાસ બ્યૂરોના બે અધિકારઓને બદલી નાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here