કડીના ગોવિંદપુરા સીમ પાસે યુવકની હત્યા નિપજાવનારા શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યો
કડી તાલુકાના ગોવિંદપુરા સીમ પાસે પસાર થતી નર્મદા કેનાલની નજીક ગોળી મારી અણદેજ ગામના યુવકની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મહેસાણા પોલીસે 10 ટિમો બનાવી હત્યારાને માત્ર 24 કલાક પહેલા ઝડપી લીધો હતો.
સાણંદ તાલુકાના અણદેજ ગામના રહેવાસી યુનુશ કુરેશી જમીન દલાલીનો વ્યવસાય કરતો હતો.બુધવારે યુનુશ પોતાની એસન્ટ ગાડી લઈને અમદાવાદ ખાતે કામ માટે ગયો હતો અને કામકાજ પતાવીને સાણંદ થઈને ખોડા ઢાળ થઈને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. કડી તાલુકાના ગોવિંદપુરા નજીક આવેલા નર્મદા કેનાલ નજીક પહોંચતા પાછળથી આવી રહેલા બાઈક ચાલકે તેને ઉભો રાખી રકજક કરી લમણે ગોળી મારી હત્યા કરી હતી.
CCTV ફુટેજને આધારે હત્યારો ઝડપાયો
- Advertisement -
હત્યા બાદ પોલીસે સમગ્ર મામલે આસપાસના તમામ સીસીટીવી કેમેરા તપાસ કર્યા.પોલીસની 10 ટીમોએ અલગ અલગ વિસ્તારમાં 25 જેટલા માણસોની પૂછપરછ કરી.ઘટના જ્યાં બની ત્યાં પણ એક cctv લાગેલ હતો જે તપાસ કરતા એક બાઈક ચાલક ગાડી પાસે આવી થોડો સમય ઉભો રહી હત્યા કરી જતો રહે છે.આ શંકાસ્પદ બાઈક લાગતા તમામ કેમેરા તપાસ કરી જેમાં પોલીસને આરોપીનો અડધો ચહેરો જોવા મળ્યો હતો.ત્યારે CDR એનાલિસિસ કરી તપાસ કરતા હત્યા કરનાર ઇકબાલ મયૂદ્દીન ખોખર હોવાનું સામે આવતા પોલીસે આરીપીને તેના ઘરેથી જ ઝડપી લીધો
પ્રેમ પ્રકરણમાં થઈ યુવકની હત્યા
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, મૃતક જે મહિલા સાથે સબંધ ધરાવતો હતો તે મહિલા ને આરોપી પણ સબંધ રાખવા દબાણ કરતો હતો.જેની અદાવત રાખી હત્યારાએ મૃતક સાથે ઓળખાણ કેળવી હત્યા કર્યાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આ કેસમાં અમદાવાદના દાણીલીમડા ખાતે રહેતા ઇકબાલ મયુદિન ખોખર તેમજ અમદાવાદના ફતેહ વાળી કેનાલ પાસે રહેતા શેખ સહબાદ ગનીભાઈને ઝડપી હત્યામાં બપરાયેલ બંદૂક સાથે મુદ્દામાલ કબ્જે કર્યો છે.