એલસીબીએ દરોડો પાડતાં સ્થાનિક પોલીસનું નાક જડ મૂળથી વઢાયું
માણસા શહેરમાં ગાંધી ટાવર પાસે તેમજ વિજાપુર હાઇવે પર પેટ્રોલ પંપની સામે કેટલાક ઈસમો વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની બાતમી ગઈકાલે ગાંધીનગર એલસીબીને મળતા તેમણે આ બંને જગ્યા પર રેડ કરી વરલી મટકા નો જુગાર રમાડી રહેલા ત્રણ ઈસમોને મોબાઈલ તેમજ રોકડ રકમ સાથે ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા શહેરમાં આવેલ ગાંધી ટાવર નજીક એક ઈસમ તથા શહેરમાં આવેલ વિજાપુર હાઇવે પર પેટ્રોલ પંપની સામે બે સગા ભાઈ પોતાના અંગત આથક લાભ સારું વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી આધારે એલસીબી ની ટીમ માણસા શહેરમાં બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી અને ગાંધી ટાવર પાસે એક ઇસમને હાથમાં મોબાઈલ લઈ તેમાંથી કંઈક લખતો જણાતાં તેને ઝડપી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ધામક જીતુભાઈ પંડયા જણાવ્યું હતું અને તે વરલી મટકા નો જુગાર તેના મોબાઈલ પર ફોન આવે તે લોકોના આંકડા એક ચિઠ્ઠીમાં લખતો હતો અને આનું કટીંગ મહિપાલસિંહ ઉર્ફે પી.પી પ્રવિણસિંહ વિહોલ રહે માણસા વાળાને આપતો હતો.
જેથી પોલીસે તેની અંગ જડતી કરતા તેની પાસેથી ૭૦૦ રૃપિયા ની રોકડ તેમજ ૧૦,૦૦૦ રૃપિયા ની કિંમત નો મોબાઈલ જપ્ત કર્યો હતો તો વિજાપુર હાઈવે પર આવેલ પેટ્રોલ પંપના સામે ખુલ્લી જગ્યામાં ઈકબાલ સુલતાનભાઈ મન્સૂરી અને ઇમરાન સુલતાનભાઇ મનસુરી રહે. વાવ દરવાજા,વિજય ટાવર પાસે,માણસા નામના બે ભાઈઓ પણ ત્યાં મોબાઇલ ફોનથી વરલી મટકા નો જુગાર રમાડી રહ્યા હતા જે બંનેને પણ પોલીસે ઝડપી તેમની અંગજડતી કરતા તેમની પાસેથી ૧૨૧૭૦ રૃપિયાની રોકડ અને ૧૦૫૦૦ રૃપિયાની કિંમત ના બે ફોન મળી કુલ ૨૨૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી બંને રેડમાં ઝડપાયેલા ત્રણ ઇસમો તેમજ મહિપાલસિંહ ઉર્ફે પીપીને વોન્ટેડ જાહેર કરી ચારે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
SOURCE : GUJARAT SAMACHAR