મહેસાણા જિલ્લાના જાેટાણા ખાતે રોહિતવાસમાં ચોરોએ નવી તરકીબ આપનાવી છે. જેમાં ચોરોએ બે ગાડીને નિશાન બનાવી સાઇલેન્સર ચોરોએ નવા સાઇલેન્સર ચોરી જુના સાઇલેન્સર લગાવી જવાની ઘટના સામે આવી છે.સમગ્ર મામલે ગાડીના માલિકે સાંથલ પોલીસ મથકમાં બે ગાડીઓના સાઇલેન્સર ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગતમાં જાેટાણાના રોહિત વાસમાં રહેતા અને તલાટી તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ ચાવડા પોતાની GJ02CG7471 નમ્બર ની ઇકો ગાડી લઇ દરરોજની જેમ નોકરી જવા નિકડયા હતા તે વખતે રસ્તામાં અચાનક ગાડી બંધ થઈ ગઈ હતી જેની તપાસ કરતા સાઇલેન્સર ના બોલ્ટ ખુલ્લા હતા જ્યાં અજાણ્યા કોઈ તસ્કરો ગાડીનું નવું સાઇલેન્સર ચોરી કરી જૂનું સાઇલેન્સર ફિટ કરી ગયા હોવાનું લાગતા મહોલ્લામાં તપાસ કરી હતી.
ઇન્દિરા સોસાયટીમાં રહેતા ચાવડા હાર્દિક ભાઈની ગાડીમાંથી પણ તસ્કરો સાઇલેન્સર ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.આમ જાેટાણામા એકજ રાતમાં એક વિસ્તારમાંથી બે ગાડીઓના સાઇલેન્સર ચોરી થવા મામલે સાંથલ પોલીસ મથકમાં ૧.૧૫ લાખ કિંમતના સાઇલેન્સર ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ છે.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.