વિસનગર સીટી પોલીસ સ્ટેશને નોંધાયેલા 9.54 લાખની ઘરફોડ ચોરીના ગંભીર ગુનાના આરોપીને મહેસાણા SOGની ટીમે દેણપ ખાતેથી દબોચી લીધો.સાત માસથી નાસતા ફરતા અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવોયેલો પ્રજાપતિ પ્રવિણને પકડી વિસનગર શહેર પોલીસને સોંપવામાં આવ્યોં
મહેસાણા એસ.ઓ.જી પોલીસને વધુ એક સફળતા મળી છે. વિસનગરમાં આજથી સાત માસ અગાઉ રુપિયા 9,54,700 ની રકમની ઘરફોડ ચોરીના ગંભીર ગુનામાં નાસતો ફરતો આરોપીને મહેસાણા SOGની ટીમે દેણપ રોડ ખાતેથી ઝડપી આગળની કાર્યવાહી માટે વિસનગર સીટી પોલીસને સોંપવામાં આવ્યો છે.
વધુ વિગતમાં મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી નાસતાં કરતાં આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજી ટીમના PI એ.યુ.રોઝના નેતૃત્વના હેઠળ SOG PSI વી.એ. સિસોદીયા, ASI મનોહરસિંહ, HC હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ, આશારામભાઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમયે PC દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહની સંયુકત બાતમી મળી હતી કે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 454, 380 મુજબના રુપિયા 9,54,700 ની ગંભીર ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા સાત માસથી ફરાર આરોપી પ્રજાપતિ પ્રવિણ ઉર્ફે જશવંતભાઇ રહે. વાલમીયાવાસ, દેણપ તા. વિસનગરવાળો હાલમાં દેણપ રોડ ખાતે ઉભો છે જેના આધારે મહેસાણા એસઓજીની ટીમે દેણપ ખાતેથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વિસનગર સીટી પોલીસને હવાલે કર્યો છે.