| | |

CRIME NEWS:નંદાસણ વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

એલ.સી.બી. પી.આઈ એસ.એસ.નિનામાની ટીમે નાકમાં દમ કરતી ટોળકીને કડીના નંદાસણ પાસેથી ઝડપી સરાહનીય કામગીરી કરી

CRIME NEWS: ઘણા સમયથી મહેસાણા તેમજ અમદાવાદ વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી બાદમાં ચોરી કરી લેતી ગેંગ સક્રિય હતી જેના કારણે રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગીએ મહેસાણા એલ.સી.બી ટીમને સૂચના આપેલી હતી જેના આધારે એલ.સી.બી ટિમ મહેસાણા (MAHESANA LCB) એ (A) ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હેડુઆ ગામથી જનતાનગર મહેસાણા તરફ સી.એન.જી (CNG) રીક્ષા નંબર જી.જે.૦૨.એ.યુ.૧૨૪૪ નો ડ્રાયવર ચોરીનો માલ લઈને વેચવા માટે આવી રહેલ છે.

મહેસાણા એલ.સી.બી એ અઢળક ચોરીઓનો ભેદ ઉકેલ્યો

બાતમી મળતા મહેસાણા એલ.સી.બી (LCB) એ પંચોને સાથે રાખીને ઉપરોક્ત નમ્બર ની સી.એન.જી.રીક્ષાને ઉભી રાખી તપાસ કરતા રીક્ષા ચાલકનુ નામઠામ પુછતા પોતાનુ નામ તારીકભાઇ આરીફભાઇ બશીરભાઇ અંસારી હાલ રહે.ગામ જીતપુર મસ્જીદ પાસે તા.નગીના જી.બિજનૌર ઉતરપ્રદેશ હોવાનુ જણાવેલ તથા આ ઇસમની અંગ જડતી કરતા તેની પાસેથી ચાંદીના દાગીના પૈકી (૧) ચાંદીની ઝાંઝરી જોડ-૧, નંગ-૦૨, વજન-૧૩૧ ગ્રામ કિંમત આશરે ૧૦,૦૦૦/- (૨) ચાંદીની શેર નાની જોડ-૦૨, નંગ-૦૪, વજન ૧૧૮ ગ્રામ કિંમત આશરે ૯૦૦૦/- (૩) ચાંદીનો ઝુડો નંગ-૦૧, વજન ૩૮ ગ્રામ, કિંમત રૂપીયા આશરે ૩૦૦૦/-(૪) ચાંદીના કડલા, નંગ-૦૨, વજન ૨૪ ગ્રામ કિંમત આશરે ૨૦૦૦/-તમામ દાગીનાનુ કુલ વજન ૩૧૧ ગ્રામ કુલ કિંમત રૂપીયા ૨૪૦૦૦/-મળી આવેલ હતું.

વધુ પુછપરછ કરતા આરોપી તારીકભાઇ આરીફભાઇ બશીરભાઇ અંસારી હાલ રહે.ગામ જીતપુર મસ્જીદ પાસે તા.નગીના જી.બિજનૌર ઉતરપ્રદેશ પાસે ચાંદીના દાગીના તથા સી.એન.જી રીક્ષાના આધારભુત બીલો કે પુરાવા માગતા પોતાની પાસે નહી હોવાનુ તેમજ ક્યાંથી લાવેલ છે? તે બાબતે કોઇ ચોક્કસ હકીકત જણાવતો ન હોઇ તેમજ ગલ્લા તલ્લા કરતો હોઇ અને આ ઇસમ પાસેથી મળી આવેલ દાગીના ચોરી યા છળકપટ થી મેળવેલાનું જણાઇ આવતા સદરીની વધુ પુછપરછ કરતાં પોતાના ભાઇ આસીફ આરીફભાઇ અંસારી રહે.કડી જાસલપુર રોડ તથા શાહરૂખ સીકંદરભાઇ કલાલ રહે,કડી નાઓએ સાથે મળી તા.૨૯/૧૧/૨૦૨૩ ના બપોરના સમયે નંદાસણ બ્રિજ નીચે એક પેસેન્જર બહેન ને રીક્ષામાં બેસાડી તે બહેનના થેલામાંથી સોના ચાંદીના દાગીના કાઢી લીધેલ હોવાનું કબૂલેલું હતું.

આ ઇસમને સી.આર.પી.સી.ક.૪૧(૧).ડી મુજબ કાર્યવાહી કરી સદરી ઈસમ પાસેથી મળી આવેલ ચાંદીના દાગીના કિંમત રૂપીયા-૨૪,૦૦૦/- સી.એન.જી.રીક્ષા મળી કુલ કિ.રૂ.૭૪૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં આ બાબતે મહેસાણા શહેર એ.ડીવિઝન પો.સ્ટે.નોંધ કરાવવામાં આવેલ પકડેલ ઈસમ તેના ભાઇ આસીફ તથા શાહરૂખ સાથે ભેગા મળી ચોરી કરેલ હોઇ જે બાબતે નંદાસણ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૬૦૫૦૨૩૦૪૫૩ ઈપીકો કલમ- ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણા દ્વારા નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://nirbhaymargnews.com/

Similar Posts