થોડા દિવસ અગાઉ વિજાપુરના રામનગર (કોટડી) ગામે 14,00,000 ની ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં વિજાપુર પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીને અંજામ આપનાર ચોરોને ઝડપી પાડી કેસ ઉકેલી નાંખ્યો છે.ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓએ પોતાના જ કુટુંબી કાકાના ઘરમાં ઘૂસી ડુપ્લીકેટ ચાવી વડે દરવાજા ખોલી સોનાની ચોરી કર્યા પછી ઘરને લોક મારી દીધું હતું પરંતુ ચોરના પગ કાચા હોય તેમ વિજાપુર પોલીસે આ કેસમાં બે આરોપીને દબોચી લીધા હતા જે બાબતની માહિતી વિસનગર ડી.વાય.એસ.પી દિનેશસિંહ ચૌહાણે આપી હતી.
ચોરીની ઘટનાની વિગત
વિજાપુર તાલુકાના રામનગર (કોટડી) ગામે રહેતા આનંદીબેન કાંતિભાઈ પટેલ થોડા દિવસ અગાઉ સામાજિક કામે જવાનું હોવાથી ડ્રાઇવર તરીકે પોતાના કુટુંબી ભત્રીજા મિતેષને લઇ ઇકો ગાડીમાં સવાર થઈને માણસ ખાતે મરણ પ્રસંગમાં ગયા હતાં. જ્યાં પ્રસંગ પતાવી ઘરે આવ્યા બાદ ઘરમાં કાઈ અજુકતું થયાની જાણ થતાં તિજાેરી તપાસ કરી હતી. જાેકે, તિજાેરીમાં તપાસ કરતા તેમાં મુકેલા ૧૪ લાખની કિંમતના ૨૮ તોલા સોનાંના દાગીના ન હતાં.તેમજ તિજાેરોમાં પડેલ રોકડ તેજ સ્થિતિમાં પડી હતી. મકાન પણ લોક કરેલ હતું. સમગ્ર કેસમાં બાદમાં તેઓએ અજાણ્યા તસ્કરો સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ભત્રીજાઓએ કાકાના ઘરમાં ચોરી ને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો
- Advertisement -
ફરિયાદીના કુટુંબી ભત્રીજા શનિ નવીન ચંદ્ર પટેલ અને મિતેષ બિપીન ભાઈ પટેલને ધંધામાં રોકાણ કરવા અને મોજ શોખ કરવા પૈસાની જરૂર પડી હતી. તેમજ ફરિયાદીને કોઈ દીકરો ના હોવાથી મિતેષ પટેલ ફરિયાદીના નાના મોટો કામો કરતો હોવાથી કાકાનો વિશ્વાસ કેળવ્યો હતો જેથી બે કુટુંબી ભત્રીજાઓએ ભેગા મળી કાકાના ઘરમાં ચોરી કરવાનો પ્લાન ૧૨ ઓગસ્ટના રોજ બનાવ્યો હતો.
મિતેષ કાકાને બહારગામ લઈ ગયો અને શનિએ સાબુ પર મકાનના ચાવીની છાપ પાડી
ફરિયાદી જ્યારે પોતાના બહેનના ઘરે મરણ પ્રસંગમાં માણસા ગયા હતા તે વખતે ડ્રાઇવર તરીકે મિતેષ ઇકો ગાડી લઇ માણસા ગયો હતો. જ્યાં ફરિયાદીએ પોતાના મકાનની ચાવી ગાડીમાં મૂકી હતી. આ દરમિયાન બંને ભત્રીજાઓએ ચોરીનો પ્લાન ઘડી લીધો હતો. આ દરમિયાન શનિ મકાનના ચાવીની છાપ લેવા માણસા ખાતે મિતેશ પાસે ગયો હતો અને સાબુ પર ચાવીની છાપ પાડી વિજાપુર જઈને ડુપ્લીકેટ ચાવી બનાવડાવી હતી.
ડુપ્લીકેટ ચાવી થી કાકાની તિજાેરી સાફ કરી
મિતેષ અને શનિ ભેગા મળીને માણસાથી વિજાપુર ગયા અને ડુપ્લીકેટ ચાવી બનાવડાવીને રામપુરા કોટડી ગામે આવ્યા હતા. ડુપ્લીકેટ ચાવી મારફતે ફરિયાદીનું ઘર ખોલી 28 તોલા સોનાની ચોરી કરી ત્યારબાદ મકાનને તાળું મારી શનિ પોતાન ઘરે ગયો હતો અને મિતેષ ફરિયાદી પાસે ઇકો ગાડી લઇ પરત માણસા ગયો હતો. જેથી ચોરી અંગે કોઈને તેમના પર શંકા ના જાય.
- Advertisement -
ચોરી કર્યા બાદ ચોરીના દાગીના પર ગોલ્ડ લોન લીધી
મિતેષ અને શનિને રૂપિયાની જરૂર પડતા પ્લાનીંગ સાથે સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો. કાકના ઘરે ચોરી કર્યા બાદ બંને આરોપી વિજાપુર ખાતે આવેલી આઈ.આઈ.એફ.એલ ફાયનાન્સમાં ગોલ્ડ લોડ કરાવી લીધી હતી. પોલીસને તપાસ દરમિયાન ખાનગી રહે બાતમી મળતા મિતેષ અને શનિની 2 દિવસ પૂછપરછ કરી હતી. જાેકે બે દિવસ સુધી આરોપીઓએ ચોરીની કબુલાત કરી ન હોતી. બાદમાં ખાનગી બાતમી દારો અને અન્ય સોર્સ મારફતે પોલીસને જાણ થઈ કે બે આરોપીઓએ વિજાપુરની એક ગોલ્ડ ફાયનાન્સમા લોન કરાવી છે. ત્યારબાદ પોલીસે હાલમાં ૨ આરોપીને ઝડપી સમગ્ર કેસમાં 7 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.ત્યારે બાકીનો મુદ્દામાલ કબ્જે લેવા તજવીજ આદરી છે.
SOURCE : DIVYA BHASKAR