પોલીસે બાતમીને આધારે રેડ તો કરી પણ એક ભી આરોપી ના ઝડપાયો
કડી તાલુકાના નંદાસણ પોલીસે સરસાવ સીમની ગૌચર જમીનમાં ચાલી રહેલા વિદેશી દારૂનું કટીંગ ઝડપી પાડતા બુટલેગરોમાં ખળભળાટ મચી જવા પામી છે. કડી ના નંદાસણ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ સહિતનો સ્ટાફ ગતરાત્રિના સમય દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે સારસાવ સીમમાં આવેલા ગૌચર જમીનમાં કેટલાક ઈસમો વિદેશી દારૂનું કટીંગ કરી રહ્યા છે.
પોલીસને હકીકત મળતા મહિલા પીએસઆઇ સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો. જ્યાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું અને બુટલેગરો પોલીસને જોઈને ભાગી છુટ્યા હતા. જ્યાં નંદાસણ પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સાથે વિદેશી દારૂ લેવા માટે આવેલા દસથી પણ વધુ લક્ઝુરીયસ કાર ઝડપી પાડી હતી. ફોર્ચ્યુનર, થાર, સ્કોર્પિયો, વર્ના, i20, બ્રેઝા સહિતની 10 લક્ઝુરીયસ કાર પોલીસે કબજે લીધી હતી તેમજ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -