| |

CRIME: હત્યાના આરોપીને મહેસાણા L.C.B એ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Unjha Murder Accused

ઊંઝાના વણાગલા ગામ પાસે બનેલી હત્યાનો આરોપી ઐઠોરનો વિજય દેવીપૂજકને LCB મહેસાણા ની ટીમે દબોચી લીધો.

મહેસાણા જિલ્લાના ઉંઝા વણગલા ચાર રસ્તા નજીક કબીર આશ્રમ સામે ઝાડના નીચે દેવીપુજક સોમાભાઈ જુહાભાઈ ઉ.વ ૪૫ રહે . ગણવાડા તા,સિદ્ધપુર વાળાને દેવીપુજક વિજયભાઈ રાજુભાઈ સાથે અગાઉ પૈસાની લેતી દેતી મામલે ઝગડો થયો હતો જેના કારણે આરોપી વિજયએ માર મારી માથાના ભાગે જમણા કાનના ઉપરના ભાગે આંખ તેમજ મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યો હતો.

સમગ્ર મામલો પોલીસ પાસે જતાં જિલ્લા પોલીસ વડાની સુચનાથી મહેસાણા એલ.સી.બી ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. મહેસાણા LCBએ ઉંઝા પોલીસની મદદથી અલગ અલગ ટીમો બનાવી શોધખોળ આદરી હતી જેમાં ટેકનિકલ સોર્સ તેમજ અંગત બાતમીદારોની મદદથી ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઐઠોર તા,ઉંઝાથી ઝડપી લઈ સઘન પુછપરછ કરતા હત્યાનો ગુનો પોતે જ કરેલો હોય તેની કબુલાત આપતા પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી ઉંઝા પોલીસને સોંપવામાં આવ્યો હતો. મહેસાણા એલ.સી.બી અને ઉંઝા પોલીસ દ્વારા સંયુક્ત કામગીરીથી આરોપીને ઝડપી પાડી હત્યાના ગુનાને ઉકેલી નાખવામાં સફળતા મેળવી હતી.

Similar Posts