|

CRIME : મહેસાણા એસઓજીની ટીમે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતા ઈસમોને ઝડપી પાડ્યા

વડનગર વિસ્તારમાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી તેના આધારે ડમી સિમકાર્ડ લઇ વધુ કિમંતે વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડી સમ્રગ રેકેટનો SOG પોલીસ દ્રારા પર્દાફાસ કરવામાં આવ્યો

મહેસાણા એસ.ઓ.જી ની ટીમ ગઈકાલે વડનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે અ.હે.કો નરેશકુમાર માધુભાઇ તથા અ.પો.કો સંજયકુમાર ડાહયાભાઇ નાઓને અગાઉ સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે મોજે વડનગર ખાતે આવેલ નવિન બસસ્ટેન્ડ નજીકના વીસ્તારમાં બે ઇસમો ડમી આધારકાર્ડ બનાવતા હોય અને તે આધારકાર્ડ માં ફોટો પોતાનો રાખી નામ બદલતા રહેતા હોય અને તે આધારકાર્ડ નો ખરા તરીકે ઉપયોગ કરી તે આધારે અલગ અલગ કંપનીના સીમકાર્ડ ખરીદી કરે છે.જેનો ઉપયોગ પોતાનો આર્થીક ફાયદો મેળવવા સારૂ વધુ કીંમતે અન્ય ઇસમોને ગુન્હાહીત પ્રવુતીમાં ઉપયોગ કરવા સારૂ વેચાણ આપતા હતા.

બાતમીને આધારે તપાસ કરતાં (૧) ઠાકોર યુવરાજજી વીનુજી કરશનજી રહે-ટેચાવા ઠાકોરવાસ તા-વિજાપુર (૨) ઠાકોર મૌલીકસીંહ દિલીપસીંહ શીવાજી રહે-સીપોર તરાડવાસ તા-વડનગર જી-મહેસાણા વાળાઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.તેઓની પુછપરછ કરતાં બંને ઇસમોએ જણાવ્યુ હતું કે અલગ અલગ વ્યક્તિઓના અસલ આધારકાર્ડના ફોટા મેળવી ઠાકોર યુવરાજજીને આપતા જે આધારે બંને એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં “PRINT PORTAL / ADHAR PRINT” નામાની વેબ સાઇટ ઉપરથી “PRINT PORTAL” મોબાઈલ નંબરના આધારે લોગ ઈન કરી અલગ અલગ ફોટાઓ મુકી ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવવામાં આવતાં હતા. ઠાકોર યુવરાજસિંહ જે તે આધારકાર્ડની કલર ઝેરોક્ષપ્રીન્ટ કઢાવી તેના ઉપરથી ઠાકોર યુવરાજીજી અલગ અલગ કંપનીના નવીન સીમકાર્ડ ખરીદી અને તે સીમકાર્ડ વધુ કિંમતે અન્ય ઇસમોને વેચાણ આપતા અને જે પૈસા મળે તેમાંથી સરખા ભાગે વહેચી દેતા હતા.

આ ઇસમોએ ભેગા મળી આજદિન સુધી આશરે પચાસેક જેટલા અલગ અલગ કંપનીના ડમી સીમકાર્ડ ખોટા આધારકાર્ડના પુરાવા આપી મેળવેલ અને બંને ઇસમો બનાવેલ ડમી આધારકાર્ડથી ડમી સીમકાર્ડ ખરીદ્યા બાદ તે આધારકાર્ડને સળગાવી દેતા હોવાની કબુલાત કરી છે.એસ.ઓ.જી દ્રારા બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડનગર પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.

કેવી રીતે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતા હતા :

પકડાયેલ બન્ને ઇસમો પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમા ડમી આધાર કાર્ડ બનાવવા અલગ-અલગ વેબસાઇટ નો ઉપયોગ કરી જેમાં મોબાઇલ નંબર-પાસવર્ડ નાંખી તેમા લોગ ઇન થઇ મેન્યુઅલ આધાર ઓપ્શનમા જઇ અલગ અલગ આધારકાર્ડ નંબર તથા અલગ અલગ સરનામા નાંખતા અને જેમા ફોટો અપલોડ કરવાનો રીપો ઓપ્શન આવતા આરોપી પોતાના ફોટા અપલોડ કરી ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવી મોબાઇલથી સ્ક્રીન શોર્ટ લઇ તેની અલગ અલગ જગ્યાએથી કલર ઝેરોક્ષપ્રીન્ટ કઢાવી તે આધાર કાર્ડનો આઇ ડી પ્રુફ તરીકે ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએથી સમય અંતરે અલગ અલગ કંપનીના નવીન સીમકાર્ડ ખરીદી આર્થિક ફાયદો મેળવવા સારૂ તે સીમકાર્ડ વધુ કિંમતે અન્ય ઇસમોને વેચાણ આપતા અને આધાર કાર્ડ આધારે સીમકાર્ડ મેળવ્યા બાદ ડુપ્લીકેટ આધારકાર્ડનો નાશ કરી દેતા હતા.

પકડાયેલ ઇસમો : 

(૧) ઠાકોર યુવરાજજી વીનુજી કરશનજી રહે-ટેચાવા, ઠાકોરવાસ તા-વિજાપુર,જી-મહેસાણા
(૨) ઠાકોર મૌલીકસીંહ દિલીપસીંહ શીવાજી રહે-સીપોર,તરાડવાસ તા-વડનગર જી-મહેસાણા

કબ્જે કરેલ મુદ્દામાલ વિગત :

(૧) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- (૨) આધાર કાર્ડ નંગ -૦૧ કિ રૂ.૦૦/૦૦

(૨) આધારકાર્ડની ઝેરોક્ષ નકલ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦

પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :

 પો.ઇન્સ એ.યુ.રોઝ, SOG ,મહેસાણા

પો.સબ.ઇન્સ વી.એ.સિસોદીયા,SOG ,મહેસાણા

અ.હે.કો નરેશકુમાર,દિલીપકુમાર, હિતેન્દ્રસિંહ,મહેન્દ્રસિંહ,પો.કો સંજયકુમાર, આ.પો.કો અબ્દુલગફાર